________________
આવું સામાયિક જ્યારે આત્મસાત્ બને ત્યારે :
સાધક સર્વાત્મામાં સમદષ્ટિવાળો બને છે. સાધકમાં વૈરાગ્યભાવ ધારણ થાય છે. ચિત્તની સરળતા - નિર્દોષતા ટકે છે. પ્રમાદ રહિત થઈ ઉપયોગથી રહે છે. મન, વચન, કાયાના યોગોનો સદ્ઉપયોગ કરે છે. આંતરનિરીક્ષણ કરી દોષોને દૂર કરે છે. સ્વપ્રશંસા કરતો નથી, પરનિંદા ત્યજે છે. આહાર વિહારનો સંયમી હોય છે. અસત્ય કે અપ્રિય વચન બોલે નહિ.
સત્ય પણ વિવેકયુક્ત અને હિતમય બોલે. સંસારની વૃત્તિ પ્રવૃત્તિનો સંક્ષેપ કરે. નિવૃત્તિનું સેવન કરે છે. સર્વજ્ઞ પ્રણિત ધર્મનો ઉપાસક હોય. સર્વમાં સમતાભાવ - મૈત્રીભાવ રાખે. વડીલોનો આદર કરે, સેવા કરે, સંતસમાગમનો, સત્સંગનો ચાહક હોય. ધન, ઐશ્વર્ય, રૂપાદિનો ગર્વ કરે નહિ. વ્રત, તપ, સંયમ, નિયમનો આરાધક હોય. તત્ત્વની યથાર્થ શ્રદ્ધાવાળો હોય. જિનભક્તિ, ગુરુઉપાસનાનો ઉમંગી છે. નીતિ - ન્યાય સંપન્ન વ્યવહાર-વ્યાપાર કરે. પાપભીરૂ - ભવભીરૂ હોય. કષાય વિષયથી ઉપશાંત હોય.
માયા - છળ - કપટ - પ્રપંચ આદરે નહિ. દાન, શીલ, તપ અને ભાવ ચારે ધર્મ આરાધે, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચારિત્રનો ઉપાસક હોય. દેહ અને આત્માનો ભિન્ન સ્વભાવ જાણે છે.
એક ભવના થોડા સુખ માટે ભાવવિ દુઃખના પ્રયોજનને નિવારે છે.
૨૦૦