________________
સારાંશ ચૈતન્યશક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ
જગતમાં જન્મેલા જીવોને મહદ્અંશે પોતાનાચૈતન્યના સુખ, ઐશ્વર્ય, કે લક્ષ્મી જેવી શક્તિઓ પ્રગટ કરનાર સર્વોચ્ચ તત્ત્વની ખબર નથી.
પૂર્વકાળમાં ધન્નાજી, શાલિભદ્ર, જંબુકુમાર વગેરે સિકંદરની જેમ કે નેપોલિયનની જેમ યુદ્દે નીકળ્યા ન હતા, વસ્તુપાળ તેજપાળ રાજયાદિ મેળવવા યુદ્ધે ચઢયા ન હતા, જગડુશા, કેશવજી જેવા શ્રાવકો સમરાંગણમાં ઊતર્યા ન હતા, અરે મહાવીર, ગૌતમ કોઈએ સરસેનાપતિ થઈને જીત મેળવી ન હતી. છતાં એ સૌ મહામાનવોના ચરણમાં રાજ્ય, લક્ષ્મી, કીર્તિ વિદ્યા આદિ સ્વયંમેવ ઉપસ્થિત હતા. એ પદાર્થો માટે એમણે ચિંતા સેવી નથી. છતાં તે સૌ તેમની સેવા કરતા. અને જેમણે સમરાંગણમાં યુદ્ધે ચઢી જીત મેળવી તેઓ કાળને આધીન થયા. તે મહામાનવો મુક્તિનું મહા સામ્રાજય પામ્યા.
એનો અર્થ એ જ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યની શક્તિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ભૌતિક વસ્તુઓનો સ્વેચ્છાએ ત્યાગ થાય છે. અને સ્વ-શક્તિ દ્વારા જીવ પૂર્ણ સુખ પામે છે, જેને શાશ્વતકાળ ટકાવવા કોઈ પ્રયત્ન વિશેષ કરવો પડતો નથી. ચૈતન્ય પ્રત્યેની અભિમુખતા એ દિશાનો માર્ગ આપે છે. તેથી મહામહર્ષિઓએ સમૂહના અનુષ્ઠાનો બતાવ્યા જેથી અભિમુખતા કેળવાય. કારણ કે સામાન્યતઃ જીવ માત્રમાં એ શક્તિનું બળ વૃદ્ધિ પામતું નથી.
જેમ વર્ષાઋતુમાં નાના મોટા જળના પ્રવાહો મોટી સરિતામાં પરિવર્તિત થાય છે. ત્યારે તેનું જોર વૃદ્ધિ પામે છે. તેમાં વિવિધ પ્રકારના સાધકોનું એક જ અનુષ્ઠાન કે સંકલ્પનું બળ શુભ વાયુમંડળ રચવામાં સમર્થ બને છે. જે વડે અલ્પ શક્તિવાળો સાધક પણ પોતાના સંકલ્પમાં દઢ રહે છે. જેમ સુતરના અલગ અલગ દોરાથી એક ખિસકોલી જેવા પ્રાણીને બાંધી શકાતું નથી, પણ એ જ સૂતરનું દોરડું બને છે ત્યારે મહાકાય હાથીને પણ બાંધી શકે છે. તેમ આપણી ચૈતન્ય શક્તિ
૧૯૧