________________
પોતે શહેરમાં જઈ તમામ રસ્તાઓમાંથી અપવિત્રતા દૂર કરાવી, બધે પુષ્પો પથરાવ્યા! પોતે અંતઃપુરમાં રહ્યો ! આમ છ દિવસ વીત્યા. સાતમે દિવસે આઠમા દિવસની ભ્રાંતિથી ક્રોધના આવેશમાં આવી ઘોડા ઉપર સવાર થઈ શ્રીકાલિકાચાર્યજીને મારવા નીકળ્યો! રસ્તામાં કોઈ વૃદ્ધ માણસ ઉતાવળથી રસ્તા ઉપર વિષ્ટા કરી તેના ઉપર ફૂલો ઢાંકી ચાલ્યો ગયો હતો, દત્તના ઘોડાનો પગ તેના ઉપર પડયો તેથી વિષ્ટા ઊછળીને દત્તના મોઢા ઉપર પડી. આચાર્યદેવનાં વચનો સાચાં લાગવાથી દત્ત પાછો ફર્યો. જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુ રાજાને ગાદીએ બેસાડી દીધો. સામંત રાજાઓએ વિચાર્યું કે, આ જીવતો રહેશે તો પાછો હેરાન કરશે તેથી તેને લોખંડની કોઠીમાં પૂરી દીધો. ત્યાં મરણ પામીને દત્ત નરકે ગયો !
અહીં દત્તની કોઈ જ શેહશરમ રાખ્યા વગર યજ્ઞનું ફળ નરક છે એવી પ્રરૂપણા કરી એ શ્રીકાલિકાચાર્ય મ.નું સત્ય બોલવારૂપ સમવાદ સામાયિક કહેવાય !
(૪) સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રની કથાઃ રાજગૃહી નગરીમાં ધનદત્ત નામનો વ્યાપારી રહેતો. શેઠને સુસમા નામની પુત્રી હતી. તેમના ઘરમાં ચિલાતીપુત્ર નામનો દાસ હતો. તે સુસમાને રમાડતો. દુષ્ટ સ્વભાવવાળા અને વ્યસની ચિલાતીપુત્રને સુસમા સાથે કુચેષ્ટા કરતો જોઈ શેઠે તેને કાઢી મૂક્યો. નજીકના જંગલમાં ચોરોની પલ્લીમાં જઈને રહ્યો. ચોરી કરવામાં કુશળ બન્યો. ચોરોને નાયકના મૃત્યુ પછી શરીરે બળવાન અને બાહોશ ચિલાતીપુત્ર પાંચસો ચોરોનો નાયક બન્યો !
એક દિવસ ચિલાતીપુત્ર, ઘણા ચોરોને સાથે લઈ ધનદત્ત શેઠને ત્યાં ચોરી કરવા ગયો. ઘણું ધન અને સુસમાં કન્યાને ઉપાડી ચિલાતીપુત્ર ભાગ્યો. શેઠને ખબર પડી એટેલે પોતાના ચાર પુત્રો સાથે શેઠ ચોરની પાછળ ભાગ્યા... પાંચે જણા પોતાની નજીક આવી ગયા એટલે ભયથી ચિલાતીપુત્રે સુસમાનું માથું તલવારથી કાપી નાંખ્યું. ધડ ત્યાં જ પડયું, માથું લઈને ચિલાતીપુત્ર આગળ ભાગ્યો. એક
૧૭૬