________________
મેતાર્ય નામના મુનિવર માસક્ષમણના પારણે ફરતા ફરતા સોનીને ઘેર આવ્યા. ધર્મલાભ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સોનીએ ઊભા થઈ ભક્તિપૂર્વક મુનિરાજને આહાર વહોરાવ્યો ! મુનિરાજના નીકળી ગયા પછી સોની મુનિરાજના ત્યાગ-વૈરાગ્યની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો ! પાછો દુકાન ઉપર જઈને જોયું તો પેલા જવ દેખાયા નહીં. એને વિચાર આવ્યો કે મુનિ સિવાય બીજું કોણ જવલાં લઈ જાય? આ કોઈ પાખંડી મુનિ લાગે છે. ગુસ્સામાં આવી તપાસ કરતો મુનિરાજ પાસે આવ્યો ! “તમે મારા સોનાના જવ લઈ ગયા છો તે પાછા આપો” એમ સોનીએ કહ્યું. મુનિરાજ વસ્તુસ્થિતિનો વિચાર કરી મૌન રહ્યા. મુનિરાજના મૌનથી સોનીનો ગુસ્સો ઓર વધી ગયો... મુનિરાજને શિક્ષા કરવાના વિચારથી તેમને પ્રચંડ તાપમાં ઊભા રાખ્યા અને માથા ઉપર ભીની વાધર (ચામડું) કચકચાવીને બાંધી ! પ્રચંડ તાપથી મુનિના પગમાં ફોલ્લા ઊઠયા અને ભીની વાધર જેમ સુકાતી ગઈ તેમ માથાની નસો ખેંચાવા લાગી....! ડોળા બહાર નીકળ્યા ! પરંતુ મહાત્માએ પ્રાણાંત અસાવેદના સમભાવે સહન કરી. અંતકૃત કેવલી થઈ નિર્વાણપદને પામ્યા!
મુનિરાજે પૂર્વભવમાં કુલમદ કર્યો હતો. તેથી નીચકુળમાં અવતાર થયો. ઘોર પીડાનું કાળું કૃત્ય કરનાર સોની ઉપર મુનિરાજને લેશમાત્ર રોષ નહોતો. ઉપરથી કરુણાનો વરસાદ વરસાવી રહ્યા હતા. મુનિરાજ જાણતા હતા કે સામે ઝાડ ઉપર બેઠેલું કૌચપક્ષી જવ ચણી ગયું છે પણ હું વાત કરીશ તો સોની એ પક્ષીને મારી નાંખશે. ક્રૌંચપક્ષીને કોઈ ઈજા ન થાય એ ઉદાત્તભાવનાથી મુનિરાજ મૌન રહ્યા હતા. એ અરસામાં કોઈ સ્ત્રીએ લાકડાનો ભારો લાવીને ઝાડ નીચે નાંખ્યો. ઉપર બેઠેલું કૌંચપક્ષી ઝબકી ગયું ! એણે વિષ્ટા કરી. એમાં પેલા સોનાના જવા નીકળ્યા. સોનીએ દુકાનમાં બેઠા બેઠા જોયા !
સત્ય હકીકત જાણ્યા પછી સોનીને ભારે પશ્ચાત્તાપ થયો. રાજાના ભયથી અને પાપના પશ્ચાત્તાપથી એનું અંતઃકરણ શુદ્ધ બન્યું! એણે પણ ભાગવતી દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું, સદ્ગતિગામી બન્યો !
૧૭૪