________________
સામાયિકના વિશિષ્ટ દ્રષ્ટાંતો
સામાયિકના આઠ પ્રકાર તથા તેનાં જીવંત દૃષ્ટાંત. સમભાવ સામાયિકઃ સર્વ જીવ પર સમદષ્ટિ. સમયિક સામાયિક : સર્વ જીવ પર અનુકંપા-દયા ભાવ. સમવાદ સામાયિક : રાગાદિ રહિત યથાર્થ વચન બોલવાં. સમાસ સામાયિક : સંક્ષિપ્તમાં તત્ત્વનો બોધ થવો. સંક્ષેપ સામાયિકઃ થોડા ચિંતનાત્મકભાવથી કર્મના નાશની વિચારણા. પરિજ્ઞા સામાયિક : તત્ત્વનું જ્ઞાન થવું. અનવદ્ય સામાયિક : પાપ રહિત પ્રવૃત્તિ કરવારૂપ. પ્રત્યાખ્યાન સામાયિક : વિર્ય વસ્તુનો ભાગ – પચ્ચકખાણ.
(૧) સમભાવ સામાયિક ઉપર દમદંતમુનિની કથા : હર્ષપુર નગર, દમદંત નામનો રાજા. રાજા બહુ પરાક્રમી હતો. એક વારે તે પોતાના મિત્ર રાજા જરાસંઘને યુદ્ધમાં સહાય કરવા ગયો. તે વખતે હસ્તીનાપુરના રાજા પાંડવોએ તથા કૌરવોએ હર્ષપુરને ઘેરો ઘાલી જીતી લીધું. દમદંત રાજાને ખબર પડી. પોતાની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવનાર પાંડવો કૌરવો સાથે યુદ્ધ કરી, વિજયી બની પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દમદંત રાજા શાન્તિથી રાજ્યસુખ ભોગવી રહ્યો છે, એક વાર રાજમહેલની અગાસીમાં બેઠેલા રાજાએ આકાશને ચોમેર વાદળોથી ઘેરાઈ ગયેલું અને થોડીવાર પછી વિખરાઈ ગયેલા વાદળોવાળું જોઈ રાજાના મનમાં વિચાર આવ્યો. મનોહર દેખાતાં વાદળોને ક્ષણવારમાં વિખરાતાં વાર ન લાગી તેમ મારી આ રાજરિદ્ધિ વૈભવ.. વિખરાતાં શી વાર? મારા આયુષ્યનો પણ શો ભરોસો? આ રીતે વિશ્વના ભાવોની અનિત્યતાના વિચારોમાં ચડેલો રાજા વૈરાગ્ય ભાવમાં આગળ વધ્યો. રાજ્ય પોતાના પુત્રને સોંપી અસાર સંસારને તિલાંજલિ આપી. ચારિત્રધર્મ સ્વીકાર્યો અને હસ્તિનાપુર નગરની બહાર કાઉસ્સગ ધ્યાને ઊભા રહ્યા.
કેટલોક સમય ગયા પછી ત્યાંથી પસાર થઈ રહેલા પાંડવોએ દમદંત રાજર્ષિને જોયા અંતરથી તેમના મુનિપણાને ધન્યવાદ આપ્યા,
૧૭૨