________________
ભર્તાર જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો વ્યંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે” એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ રાખ્યું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું.
૧૪. શ્રી અનંતનાથ : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્નમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માલા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના રોગ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ રાખ્યું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિંચાણાનું જાણવું.
૧૫. શ્રી ધર્મનાથસ્વામી : રત્નપુર નગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રાગ થયો. એવો ગર્ભનો મહિમા જાણી ધર્મનાથ નામ રાખ્યું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજ જાણવું.
૧૬. શ્રી શાંતિનાથ : ગજપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસેન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. તે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાંતિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી, શાંતિનાથ નામ રાખ્યું. તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું.
૧૦. શ્રી કુંથુનાથઃ હસ્તિનાપુર નગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા
૧૬૮