________________
૪૨. કાયોત્સર્ગની વિશેષતા
“અરિહંત ચેઈઆણં કરેમિ કાઉસ્સગ્ગ સૂત્ર દ્વારા અરિહંત જિન પ્રતિમાઓના વંદન, પૂજન, સત્કાર, અને સન્માન કરવા માટે મનશુદ્ધિ માટે જરૂરી આગારો સિવાય દેહભાવનો ત્યાગ કરવા માટે કાયોત્સર્ગ છે. જેમાં મન વચન અને કાયાની સ્થિરતા દ્વારા પાપનો નાશ થાય છે.
૧. શ્રદ્ધા : ચિત્તની પ્રસન્નતારૂપ આત્મિક પરિણામ. રુચિ રૂપ આત્માભિલાષા. જીવાદિ પદાર્થોની યથાર્થ પ્રતીતિ છે. સંશય ભ્રમ વિપર્યય બુદ્ધિ તથા અનધ્યવસાય દૂર થાય છે. શ્રદ્ધા-મેધા વડે ચિત્તની નિર્મળતા પ્રગટ થાય છે.
ર. મેઘા ઃ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મગુણ પ્રગટે છે. ગ્રંથોના ગહન રહસ્યને ગ્રહણ કરવા રૂપ આત્મને સગ્રંથો પ્રત્યે પરમ ઉપાદેયભાવ થાય છે.
૩. ધૃતિ : ચિત્તની એકાગ્રતા થાય છે. ગંભીર આશયસ્વરૂપ છે. સંસારનો ભય દૂર થતાં વૃત્તિ પ્રગટ થાય છે. ધૃતિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમજનિત છે.
૪. ધારણા : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉપયોગની સ્થિરતારૂપ પરિણામ હોય છે. શુદ્ધ વિષયનું સતત સ્મરણ રહે છે. ધ્યાન આદિ ગુણોની શ્રેણિ હોય છે. ધૃતિ અને ધારણા ચિત્તની સ્થિરતા ટકાવી રાખે છે.
૫. અનુપ્રેક્ષા : જેના દ્વારા આત્માનુભૂતિ સરળ બને છે. શ્રદ્ધા દેઢ થાય છે. જે કેવળજ્ઞાનનું કારણ બને છે. આ પાંચે કારણો પરમ સમાધિનું ઉપાદાન કારણ છે. અનુપ્રેક્ષા દ્વારા સમાપત્તિ સિદ્ધ થાય છે. આ પાંચે હેતુઓ ક્રમશ : પ્રગટ થાય છે.
ગ્રંથકાર કહે છે કે આવા ઉત્તમ અનુષ્ઠાનના અધિકારી તે છે કે જેની જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા છે. ઉત્તરોઉત્તર તેમાં વૃદ્ધિ થતી જાય છે. કાયોત્સર્ગ જેવી ક્રિયામાં/સાધનામાં જેને આદર છે.
યદ્યપિ આ કાયોત્સર્ગમાં અન્નત્થસૂત્રમાં જણાવેલા આગારો -
૧૫૦