________________
[ ૪૧. કાયોત્સર્ગ સૂત્રથી દેહભાવના મમત્વના મોચનની પ્રતિજ્ઞા
અન્નત્ય સૂત્રનો મર્મ શું છે ?
“છૂટે દેહાધ્યાસ તો નહિ કત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ.”
- શ્રી આત્મસિદિય શાસ્ત્ર. જીવ સંસારની યાત્રામાં દેહ વગર રહ્યો નથી. એટલે દેહનો નેહ તેનો પુરાણો અને જબરદસ્ત છે. તેનું મન એવું કેળવાયું છે કે કયાંય શરીરને દુઃખ ન પડે તેવો સાવધાન રહે છે. છતાં શરીરના સુખ માટે કંઈ પણ કરો એ બધું ન તો શરીરને પહોંચે છે કે ન તો આત્માને પહોંચે છે. વચમાં રહેલા દલાલ મનજીભાઈ ઘડીભર સુખી કે દુઃખી થાય છે. તો પણ તેમને કંઈ લેવા દેવા નથી.
શરીરને સુખ પહોંચાડવા કંઈ પણ કરો શરીર લક્ષણથી અજીવ હોવાથી તે સુખનું વેદન કરતું નથી. અને શરીરના સુખના સાધન કે પ્રયોજનથી આત્માને સુખ પહોંચતું નથી. કારણ કે એ સર્વ સાધનો જડ છે અને આત્મા ચેતન છે. માટે મહાત્માઓ શરીરના કાલ્પનિક સુખનો ત્યાગ કરી આત્મિક સુખ માટે વનઉપવનમાં રહ્યા. સંયમનાં કષ્ટ સહીને સાચા સુખની પ્રાપ્તિ કરી. તેથી તેમણે ઉપદેછ્યું કે :
દેહનો અધ્યાસ-મમત્વ છોડ, તું તે શરીરના સુખનો કર્તા નથી કે ભોક્તા નથી. તું તારા સ્વરૂપનો કર્તા છું. અનંત ગુણોનો ભોક્તા છું. તું સહજાત્મસ્વરૂપમય છું.
દેહનો અધ્યાસ છોડવાની એક ક્રિયા કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ - દેહભાવનો ત્યાગ. જેમ મળમૂત્રનો ઉત્સર્ગ છે તેમ દેહભાવનો ઉત્સર્ગ કરવાનો છે.
કાયોત્સર્ગ ધ્યાનરૂપે છે. તેથી એકાગ્ર થવા પહેલાંની ભૂમિકા અને શુદ્ધતા અન્નત્થ સૂત્રમાં બતાવે છે. કાયોત્સર્ગ એ પાપમુક્તિનું મહાન અનુષ્ઠાન છે. તેથી તેમાં ઘણાં સૂક્ષ્મ આગારોનો પણ ખ્યાલ રાખવાનો છે.
છતાં જે આગારો શ્વાસપ્રશ્વાસ જેવા સાહજિક છે તે બાર પ્રકાર
૧૪૭