________________
* માંગલિક *
करेमिभंते सामाइयं, सावज्जं जोगं पच्चकखामि હે ભગવંત હું સામાયિક કરવા ચાહું છું. અર્થાત સર્વ સાવધ પાપ વ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરું છું.
समता सर्वभूतेषु संयमः शुभभावना ।
आर्तरौद्रपरित्यागस्तद्धि सामायिकं व्रतम् । સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, સંયમ, શુભ ભાવના અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનો ત્યાગ એ જ સામાયિક વ્રત છે.
जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे ।
तस्स सामाइयं होइ, इद केवलिभासियं ॥ સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે જેનો આત્મા સંયમ, નિયમ (વ્રત) અને તપમાં સારી રીતે આવેલો છે. તેને સામાયિક હોય છે. અર્થાતુ કે આત્માને સંયમ, નિયમ અને તપમાં લાવવો તેનું નામ સામાયિક છે.
तस्माज्जगाद् भगवान सामायिकमेव निरुपमोपायम् ।
शारीरमानसाने कदुःख नाशस्य मोक्षस्य । ભગવાને શારીરિક અને માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષના પરમ ઉપાય તરીકે સામાયિકને જ કહેલું છે.”
जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ।। સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે જે ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિવાળો છે, તેને સામાયિક હોય છે.” તાત્પર્ય કે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ કેળવવો, મિત્રભાવ રાખવો એ સામાયિક છે.