________________
સ્વપુરુષાર્થનો છે. પરંતુ ભૂમિકા પ્રમાણે અવલંબન જરૂરી છે. ગૌતમ સ્વામી પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગ વડે ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા. પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ રાગ પણ છૂટી ગયો. રાગરહિત સમતામાં આવ્યા તે જ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શુભરાગ કે અશુભરાગ, પુણ્ય કે પાપ બંને કર્મજનિત ભાવ છે. પુણ્ય ભોમિયો છે. પાપ લૂંટારો છે, આવો ફરક છે પુણ્ય લૂંટારાથી બચાવે છે. પાપ આત્મગુણોને લૂંટે છે. પ્રશસ્ત અવલંબનમાં શુભ રાગ છે. છતાં પુણ્યમાં અનાસક્તભાવે રહીએ તો તે ભોમિયાનું કામ કરીને મોક્ષમંદિરના દ્વાર સુધી લઈ જાય છે.
પાપ કરવાનું બંધ થતાં જ મન, વચન, કાયાના યોગો શુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. હિંસા ન કરવી એવો ભાવ કરવાથી અહિંસાનું પાલન થાય છે. ત્યારે જીવ સ્વાભાવિકપણે સમતામાં આવે છે, અને આત્મભાવ જાગૃત થાય છે. આત્મદષ્ટિ જ ઉચ્ચ દૃષ્ટિ છે. એ દૃષ્ટિ જ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી શકે. પછી ચારે ગતિની યાત્રા સમાપ્ત થાય છે.
નાહં નારકી નાહ, તિર્યંચ, નાપિ માનુષઃ ન દેવ : ( કિંતુ સિધ્ધાત્મા સર્વોડથં કર્મ વિભ્રમઃ
દેહદૃષ્ટિનો ત્યાગ કરી સાધકે ચિંતન કરવાનું છે કે હું નારકી, તિર્યંચ કે મનુષ્યાદિ કોઈ અવસ્થાવાળો નથી. તે સર્વે કર્મજનિત અવસ્થાઓ છે. તેમાં ભ્રમ પેદા થાય છે કે નારકાદિ છું. આત્મદેષ્ટિથી જોતાં સર્વે જીવો સિદ્ધ સ્વરૂપ છે. હું સિદ્ધ સ્વરૂપ છું. સાધકે સિદ્ધસ્વરૂપને લક્ષ્યમાં રાખી સાધના કરવાની છે.
સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહી જગ કો વ્યવહાર કા કહીએ કશું કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.”
જ્યાં કેવળ શુદ્ધ સત્તા વર્તે છે ત્યાં નારકાદિના પુરુષાદિના, ઊંચનીચ આદિના, રાયરંક આદિના, જ્ઞાની-અજ્ઞાની આદિના વ્યવહાર કે અવસ્થાઓ નથી. આ સર્વે અવસ્થાઓ જગતની વ્યવસ્થા માત્ર છે. અજ્ઞાનવશ જીવ તે વ્યવસ્થાને સ્વ-અવસ્થા માની મૂંઝાયો છે. અને તેથી દુઃખ પામે છે. સ્વરૂપથી શ્રુત થાય છે.
૧૩૫