________________
૩૨. સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીની યાત્રા
સામાયિકનો મહિમા અપરંપાર છે, ભલે તે બીજ કથંચિત નાનું (ગૃહસ્થનાં વ્રતની અપેક્ષાએ) છે. પણ વટવૃક્ષની જેમ અનંત ગુણોને વિકસિત કરી વિસ્તરે છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે.
સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ ભેદ ઉત્તરોઉત્તર વિકાસ પામી યથાખ્યાત ચારિત્રમાં આત્માની પૂર્ણાવસ્થાને પ્રગટ કરે છે. સામાયિક દ્વારા સમ્યકત્વ પ્રગટ થઈ તે ચારિત્રની શુદ્ધિ દ્વારા પૂર્ણતા પામે છે.
૧. સામાયિક શ્રાવકનું - મુનિનું. ૨. પરિહાર વિશુદ્ધિ (મુનિનું) ૩. છેદોપસ્થાપનીય (મુનિનું) ૪. સૂક્ષ્મ સંપરાય (મુનિનું) ૫. યથાખ્યાત ચારિત્ર મુનિનું. જે કેવળજ્ઞાનને પ્રગટ કરી આયુષ્યપૂર્ણ થતાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે.
સામાયિકના બીજમાં એ પૂર્ણ અવસ્થા તિરોહિત છે. એટલે સામાયિકને-સમતાને આત્મા કહ્યો છે. અન્ય પ્રકારે ચારિત્રની વિશુદ્ધિ કહી છે. સંસારમાં વસતો ગૃહસ્થ ખૂબ મર્યાદામાં આ ઉપાસના કરે છે, છતાં જેમ સાકરના નાના કણમાં પણ ગળપણ જ હોય છે. તેમ આ મર્યાદિત સમયની સાધનામાં વિકાસ પામી શકે તેવું શુદ્ધિનું બીજ પડયું છે. બીજથી પૂનમ ભણીના વિકાસની જેમ સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીનો વિકાસ છે.
સિદ્ધપણું ભેદ રહિત અભેદ અવસ્થા છે. સિદ્ધ ભગવંતો અનંત છે. અનંત હોવા છતાં જ્ઞાનાદિ સર્વ ગુણોથી એક જ અવસ્થાવાળા છે. આથી એકસિદ્ધપણાને માનતા કે નમતા અનંત સિદ્ધ ભગવંતો પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનો લાભ પ્રાપ્ત થાય છે. તેઓ સિદ્ધ તરીકે જન્મ્યા નથી પરંતુ સિદ્ધિ પામ્યા છે, તેથી માતા, પિતા કે નગરી જેવા પણ ભેદ નથી. એવા સિદ્ધ ભગવંતો સમગ્ર જીવરાશિમાં રહેલા સિદ્ધપદની ખ્યાતિ કરે છે. એ સિદ્ધપદને પહોંચવાનું બીજાપાન સામાયિક છે.
સાધકમાં સામાયિક આત્મપરિણામે પ્રગટે છે ત્યારે જીવની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ થાય છે. સિદ્ધસ્વરૂપની આત્મામાં શ્રદ્ધા થઈ
૧૨૬