________________
નથી. પણ અંતરંગ ધ્યાન વગેરે છે. નિશ્ચયનયમાં કંઈ ભળતું નથી. તે લક્ષમાં રાખીને ભૂમિકા પ્રમાણે ક્રિયા થવી પણ સ્વાભાવિક છે.
જીવમાત્રને યોગ ઉપયોગનું જોડલું મળે છે. સંસારીને કેવળજ્ઞાન સુધી મનાદિ યોગ છે. ત્યાં કષાય રહિત ઉપયોગ છે. એટલે યોગ ક્રિયા આશ્રયી આશ્રવ છે, બંધ નથી. સંસારી જીવના યોગ સક્રિય છે. શુભાશુભ તેની વર્તના છે. એટલે સામાયિક જેવા અનુષ્ઠાનમાં સાવદ્યયોગથી નિવૃત્તિ એ વ્યવહારધર્મ આપ્યો. અને નિરવદ્યયોગમાં નિશ્ચય ધર્મ આપ્યો, કે જ્યાં શુદ્ધઉપયોગનું લક્ષ્ય છે.
નિશ્ચયનયનું લક્ષ્ય કરવા, બોધ પામવા પણ વ્યવહાર ધર્મનો સહયોગ હોય છે. જ્ઞાન - ધ્યાનની આરાધના સ્વાધ્યાયાદિના મૂળમાં તો ક્રિયા જ છે. પછી ધ્યાનાદિ અવસ્થા આવે છે. યોગ નિરોધ ચૌદમાં ગુણ સ્થાનકે હોવાથી પરમાર્થ ક્રિયાનું અવલંબન તે તે ભૂમિકા અનુસાર હોય છે.
નિશ્ચયષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.”
- મ. મ. યશોવિજ્યજી “આ નિશ્ચયર્દષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી વૃત્તિનું એક બાજુ મૂલ્યોચ્છેદન કરે છે. ત્યારે બીજી બાજુ વ્યવહારદૃષ્ટિ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે.”
જો બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે તો શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે તે અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાપ્ત વિષમતામૂલક વિષ પ્રવાહનું અમોધ ઔષધ છે.” - દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર છે. વ્યવહાર નયને ન સ્વીકારવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે, તે માટેનું બીજ છે પરસ્પરોપગ્રહો જીવાનામ' છે. નિશ્ચયનય ન સ્વીકારવાથી તત્ત્વનો લોપ થાય છે. તે નિશ્ચય દૃષ્ટિનું બીજ છે.
૧૧૯