________________
ન કહીની ચાવી થતાનો
અભિલાષી છે.
ધન ધાન્યાદિક પદાર્થો મેળવીને, તેની રક્ષા માટે તારે કેવા કલેશ, ભય અને ચિંતા સેવવાં પડે છે ? તે મેળવવા કેવો તનતોડ પરિશ્રમ કરવો પડે છે? છેવટે ખાલી હાથે વિદાય? પરંતુ સમતા જેવા ગુણોને પ્રાપ્ત કરીને તારે સર્વ કલેશોથી દુઃખથી મુક્ત, તંદથી મુક્ત, સ્વમાં લીનતા કરવાની છે. પ્રારંભમાં અનાભ્યાસને કારણે તને તારા જ વિચારોનો સાથ ન મળે તો પણ મૂંઝાતો નહિ. તું પ્રભુના પંથમાં વિશ્વાસ મૂકી દે પછી તને સઘળી સાનુકૂળતાઓ મળી આવશે. તારું જ પુણ્ય તારું માર્ગદર્શક બનશે. જે પુણ્ય તને પૌલિક સુખોમાં પરાધીનતા પ્રત્યે લઈ જતું તે પરિવર્તન પામશે. અને આશ્ચર્યજનક સમત્વ તારામાં પ્રગટ થશે. જે તારી પૂર્ણતાનો પાયો બનશે. પૂર્ણતાના અખૂટ ખજાનાને ખોલવાની ચાવી સામાયિકમાં છે.
ભગવાન મહાવીર જ્યારે કેવળજ્ઞાન પામ્યા, તીર્થની સ્થાપના સમયે ગણધરોને સર્વવિરતિ આપી સામાયિકનું પ્રદાન કર્યું. ત્યારે જેઓ ઉચ્ચભૂમિકાએ હતા તેમણે આજીવન સામાયિક ગ્રહણ કહ્યું (સાધુ-સાધ્વી) જે ગૃહસ્થ જીવનમાં રહ્યા તેમણે મર્યાદિત સમય માટે સામાયિકનો નિયમ લીધો તે શ્રાવક શ્રાવિકા ગણાયાં.
આમ ભગવાને દાન દીધેલા સામાયિક ધર્મને જે સર્વથા કે દેશથી આચરે તે પ્રભુના શાસનના વારસદાર કહેવાયા. જે આ સામાયિક ધર્મને આચરે નહિ તે પ્રભુના શાસનના વારસદારો નથી.
આ કળિકાળમાં મોક્ષના દ્વાર સુધી લઈ જનારું સાધન સામાયિક છે. એ દ્વાર ખૂલે કે અંદર પ્રવેશ કરી લેવો સરળ છે, મોહનો ઉપશમ થતાં દ્વારની નજીક પહોંચાય છે. મોહનો ક્ષય થતાં મોક્ષભૂમિમાં પહોંચાય છે, વચ્ચેના ગાળામાં દ્વાર પાસે ટકવા માટે સામાયિક ધર્મ છે.
આ દેહમાં રહેલા આત્મામાં જો સામાયિક ધર્મ પ્રગટે તો આ દેહ જ મહાવિદેહની પ્રતીતિ કરાવે અને તે પ્રતીતિ સમ્યકત્વ પ્રગટ કરે છે. જે આ કાળમાં મુક્તિનું બીજ છે. શુકલ પાક્ષિક એનો અધિકારી છે.
સમયે
૧૧૧