________________
જીવ એકલો આવ્યો છે, અને એકલો જવાનો છે. કર્મના ભારે પુનઃ પુનઃ જન્મ મરણ કરે છે. તેમણે કર્મનો ભાર જ ઉતારી નાખ્યો. એટલે જન્મમરણનો દોર કપાઈ ગયો.
જોકે અનંત શરીરની ભીડમાં છતાં જીવ શરીરથી અને પોતાના અસ્તિત્વથી સ્વતંત્ર હતો. પરંતુ કર્મથી પરતંત્ર હોવાથી તેનું વાસ્તવિક એકાકી સ્વતંત્રપણું પ્રગટ થતું ન હતું. એ સ્વતંત્રતા સિદ્ધ અને સાધ્ય કરવા એ મહાત્માઓએ સંસારના નિમિત્તોને, પરિચયોને ગૌણ કર્યા. અને ચક્રવર્તી જેવા પદ ત્યજીને સંયમ માર્ગે વળ્યા. એ સંયમભાવની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારા તત્ત્વોમાં/સાધનોમાં સામાયિકની મુખ્યતા રહી છે.
શ્રાવકાદિ કે સાધુગણો સામાયિકના પરિણામ વડે અન્ય સાધનોની શુદ્ધિ કરે છે. સામાયિકના પરિણામનું ફલક ખૂબ વિસ્તિર્ણ છે. જેનાથી સંસારભાવ, રાગાદિ ભાવ જીર્ણ અને શીર્ણ થાય છે.
સામાયિક સાધન છે અને સાધ્ય છે. વિધિ તરીકે સાધન છે અને પરિણામપણે સાધ્ય છે. અનંતની ભીડમાંથી છૂટી એકાંતવાસ સમતાના પરિણામ વડે સેવ્ય બને છે. જીવમાત્ર સાથે મૈત્રી, કરુણા, વાત્સલ્ય, સમાનતા આવે ત્યારે એકાંતવાસ પણ સુખદ બને છે. પૂરા વિશ્વ સાથે પ્રસન્નતાના ભાવનું ઝરણું વહેતું રહે છે. - રાગદ્વેષનો અભાવ થતાં સામાયિકના અભ્યાસ વડે જ્યારે સ્વાભાવિક ધર્મ પરિણમે છે, ત્યારે સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોથી આત્મ વાસિત બને છે. વળી સાવદ્ય પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. અને નિરવદ્ય યોગોનો લાભ થાય છે, જેના વડે
સ્નત્રય પુષ્ટ અને શુદ્ધ થતું જાય છે. એ ત્રણે ગુણો મોક્ષ ફળદાતા છે. રાગાદિ વિષમભાવોથી વિરમી સ્વરૂપમાં રમણતા કરવી તે સમતા છે. આ સમતા યોગીઓનો સામાયિક ધર્મ છે. શ્રાવક માટે વ્રત છે.
સર્વાત્મમાં સમદષ્ટિ, સર્વપ્રાણીઓમાં આત્મ સમાનભાવ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે એવો વિશ્વાસ એ સત્યનું દર્શન છે. યથાર્થ શ્રદ્ધાન છે, તાત્ત્વિક સમતા છે. સામાયિકની યથાર્થ વિધિ છે. સ્વાર્થ જનિત દુર્ભાવ દૂર થઈ આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા જન્મે છે. આવું અચિંત્ય સામાચ્યું છે જેનામાં છે તે આત્મા સમતાનો સ્વામી છે. તે
૯૮