________________
અમદુ રાજવ :: ૪૭
\ (૨)
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેન્દ્રિયપણું – આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
[દેહરા] યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ વૈરાગ્ય; તેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પછી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર;
કરુણા કે મળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. (૩) આરંભ અને પરિગ્રહને જેમ જેમ મોહ. મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે. તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, ધનાદિ જે કંઈ પિતાપણે વર્તતા હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પિતાપણું મટાડવાનું જ ઉપદેશે છે ને કરવા ગ્ય પણ તેમ જ છે કે આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પિતાનાં થતાં અટકાવવાંત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
૧૦. જ્ઞાન (૧) જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન.
(૨) જ્ઞાન એ દરે પરેલ સોય જેવું છે, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે. દરે પરોવેલ સોય ખેવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડતું નથી.
(૩) જ્ઞાન તે છે કે જેનાથી બાહ્ય વૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન.