________________
શ્રીમદની ઉપદેશપ્રસાદી
શ્રીમદ્દે ૩૭ વષઁની ટૂંકી જિંગીમાં આપણતે ધણા વિસ્તૃત, પરમ ઉપકારક અને સર્વાંગ્રાહી ખેાધ આપ્યા છે. તે સં ‘શ્રીમદ્ રાજચન્દ્ર' નામના અગાસથી પ્રકાશિત થયેલા ગ્રંથમાં પ્રગટ થયા છે. સાધક મુમુક્ષુએ તે જરૂર તેનું સત્સંગના યાગે વાંચન-મનન કરવુ જોઈએ. અહીં તે માત્ર સામાન્ય વાચકવર્ગ માટે તેમના ઉપદેશમાંથી થાડી વિશેષ ઉપકારી, સરળ અને વ્યવહારજીવનમાં ઉપયાગી સામગ્રી સંક્ષેપમાં રજૂ કરીએ છીએ, જે સૌ કોઈને જીવન ઉન્નત બનાવવાની પ્રેરણા આપે છે.
૧. સામાન્ય સન્નાથાર અને નીતિ-ન્યાય
(૧) સર્વાં જીવેામાં સમદષ્ટિ – કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં.
(૨) જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતા હૈ। તે। અટકજે.
(૩) જિ ંદગી ટૂંકી છે અને જાળ લાંખી છે, માટે જંજાળ ટૂંકી કર તો જિંદગી સુખરૂપ લાંખી લાગશે.
(૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે.
(૫) કંઈ પરાપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યે હા તે। આનદ માન, નિરભિમાની રહે.
(૬) તારું, તારા કુટુંબનુ, મિત્રનું, પત્નીનું, માતા-પિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. (૭) પરિનંદા એ જ સબળ પાપ નવું.
(૮) આ લોકમાં સુખનું કારણ અને પરલાકમાં સુખનું કારણ જે સ`સારપ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ.