________________
શ્રીમદ્ રાજચદ્ધ : : મ સત્યને આગ્રહ શ્રીમતી લગભગ ૧૩ વર્ષની વયે બનેલે એક પ્રસંગ છે. એક વખત જેઠમલજી નામના વિદ્વાન મનાતા સાધુએ શ્રીમના જ્ઞાનથી ખુશ થઈ મેરબીમાં તેમને કહ્યું કે તમે “ઢેઢકમત” દીપાવે.
જે વખતે સત્યના આગ્રહી શ્રીમદે તત્કાળ જવાબ આપ્યું કે, “સત્ય વસ્તુ હશે તે જ કહેવાશે.”
નિષ્કારણ કરૂણ શ્રીમદ્દ એક વખત મોરબીથી વવાણિયા જતા હતા. સ્ટેશને મૂકવા માટે શ્રી મનસુખભાઈ મહેતા આદિ કેટલાક મુમુક્ષુઓ ગયા હતા. ગાડી આવવાને સમય હતો તેથી બધા ધર્મચર્ચા કરતા હતા. તે અરસામાં મનસુખભાઈને કેઈ બેલાવવા આવતાં ઘેર જવું પડયું. તેથી ગાડી આવતાં સુધીને સત્સંગને લાભ જવા બદલ તેમને મનમાં ને મનમાં ખૂબ ખેદ થયે. તે ખેદ પ્રગટ ન કરતાં મનસુખભાઈ ઘેર ગયા. પણ એ ખેદ શ્રીમદ્ પામી ગયા અને પછીથી ગાડી. આવી ગઈ હોવા છતાં તેઓ વવાણિયા ન જતાં બધા સાથે મોરબી પાછા ફર્યા અને બીજે દિવસે મનસુખભાઈને સત્સંગને લાભ આપ્યું. જ્ઞાનીની નિષ્કારણ કરુણા તે આ
મનને નવરું ન મેલવું એક વખત મુનિ મેહનલાલજીએ શ્રીમદુને પ્રશ્ન કર્યો કે, “મન સ્થિર થતું નથી, તે શું ઉપાય કરવો”