________________
-
-
શ્રીમદ્ રાજચન્હ : : ૫ કલ્યાણ સાધી ગયા. મૂળમાં સ્થાનકવાસી સાધુ તરીકે દીક્ષિત થયા હોવા છતાં તેઓએ પિતાનું જીવન શ્રીમદ્દને સર્વથા સમર્પણ કરીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ અપૂર્વ ગુરુભક્તિ અને ઉગ્ર સાધના દ્વારા મહાન આત્મકલ્યાણ કર્યું."
શ્રીમદે પણ તેઓને પિતાના આત્મીય ગણીને મુંબઈમાં સમાધિશતકની ૧૭ ગાથાઓ સમજાવી “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે એ મંત્ર આપે હિતે અને પછી પણ ઈડરમાં અને વસમાં ઘનિષ્ટ અને વિશિષ્ટ બંધ આપ્યું હતું, જેને શ્રી લઘુરાજસ્વામીએ અંતરમાં ધારણ કરી રેમ રેમ ગુરુભક્તિ અને આત્માની ધૂન જગાવી હતી.
ઉદાર અને વિશાળ ગુણગ્રાહક દૃષ્ટિથી અને જીવમાત્ર પ્રત્યેના વાત્સલ્યથી તેઓએ સ્થાપેલા અગાસ આશ્રમના માધ્યમ દ્વારા ચરોતરની સામાન્ય, સાદી અને સરળ જનતાને તેમણે શ્રીમદુના તત્વજ્ઞાનની ચાલુ ગામઠી ભાષામાં સમજણ આપી. તેમના ગબળથી ઘણુ મનુષ્યોને શ્રીમદ્દના સાહિત્યની અને વ્યક્તિત્વની શ્રદ્ધા થઈ જેને પુરા આજે પણ અગાસ આશ્રમમાં ચાલતા નિયમિત ભક્તિકમ છે.
પિતાના દીર્ઘકાળના સંયમી જીવનના પ્રત્યક્ષ સમાગમથી શ્રીમદુના વ્યક્તિત્વ અને કૃતિત્વને બહેળા પ્રમાણમાં પ્રસારિત કરવાનું શ્રેય જેટલું તેમને ફાળે જાયે છે તેટલું કઈ અન્ય શિષ્યને ફાળે જતું નથી. *