________________
* સૌરાષ્ટ્ર પ્રદેશ સાયલા, મેરબી, વવાણિયા, રાજકેટ,
વઢવાણ, વીરમગામ. અન્ય પ્રદેશો ઃ ઈડર, અમદાવાદ, નરેડા, ધરમપુર, ઈત્યાદિ.
આમ શુદ્ધાત્મજ્ઞાનના પ્રકાશ પછી પણ સતતપણે આત્મબળની વૃદ્ધિ કરી તેઓએ મોક્ષમાર્ગમાં પિતાનું પ્રયાણ દેહવિલય પયત અવિરત ગતિથી ચાલુ રાખ્યું હતું.
આરાધક-વર્ગ જેમ જેમ પુરુષની સુગંધી ફેલાય છે તેમ ચારે દિશાઓમાંથી ભમરાઓ તે તરફ સ્વયં આકર્ષિત થઈ જાય છે. આ જ પ્રમાણે બાળપણમાં પિતાની નિશાળના શિક્ષકે અને વિદ્યાથીઓથી માંડીને ગામના વડિલે, કવિતા અને સાહિત્યના રસિકે, સુંદર અક્ષરેના ચાહકે, અવધાન,
તિષ અને અતીન્દ્રિય જ્ઞાન દ્વારા પ્રભાવિત થયેલા હજારે મનુષ્ય તથા શાસ્ત્રના ગૂઢાર્થોના રહસ્યને સમજીને વિદ્વાને અને જિજ્ઞાસુ સાધકોને તત્ત્વજ્ઞાનના અને આત્માના અનુભવના માગે દેરવાની શક્તિથી પ્રભાવિત થયેલે મોટો પ્રશંસકવર્ગ – આ સૌ પોતપોતાની રીતે શ્રીમદ્જી તરફ આદર, સન્માન અને ભક્તિની દૃષ્ટિથી જોતાં થઈ જાય છે.
અહીં તે માત્ર ચાર જ શિષ્ય અને જિજ્ઞાસુઓને પરિચય પ્રસ્તુત છે