________________
જ: જામ રણ: ૧-૩
[3] જડ ભાવે જડ પરિણમે...... [૪] જિનવર કહે છે જ્ઞાન.......
એકાંત સાધનાને રંગ . અનંતની યાત્રાના રસિક એવા શ્રીમદ્જીને શુદ્ધ આત્મજ્ઞાનની ઉપલબ્ધિ થઈ તે પણ તેમને આગળની દશાપ્રાપ્તિ માટેને પુરુષાર્થ તે ચાલુ જ રહ્યો – બલકે વધારે જોર પકડતે ગયે, અને આશ્રમ ભજનાવલિમાં ગાંધીજીએ સામેલ કરેલા તથા સંત વિનેબાજીએ કંઠસ્થ કરેલા કાવ્ય “અપૂર્વ અવસરની ભાવના અનુસાર સર્વસંગપરિત્યાગની દિશામાં તેઓએ પુરુષાર્થ આદર્યો.
“કુટુંબ” અને “લક્ષ્મી બનેને અપરિચય થઈ શકે તે હેતુથી તેઓ નિયમિતતાથી વધુ અને વધુ સમય માટે મુંબઈની બહારનાં વિવિધ “નિવૃત્તિક્ષેત્રમાં રહેવા લાગ્યા જેથી ત્યાગ–વૈરાગ્યની વૃદ્ધિ સાથે પિતાને એકાંત અધ્યયનચિંતન-મનનને વેગ પ્રતિબંધ વગર સિદ્ધ થઈ શકે
લેકપ્રતિબંધ, સ્વજન–પ્રતિબંધ, દેહાદિ–પ્રતિબંધ અને સંકલ્પ-વિકલ્પ–પ્રતિબંધને અપરિચય કરવાને તેમને પુરુષાર્થ સમયની અપેક્ષાએ બે વિભાગમાં વહેંચી શકાય? – વિ. સં. ૧૯૪૭થી વિ. સં. ૧૫૧ (પ્રથમ તબક્કો) – વિ. સં.૧૫રથી દેહવિલય પર્યત (બીજો તબક્કો), જેને આપણે હવે પછીના અંતિમ સાધનાના પ્રકરણમાં જોઈશું.