________________
'જયણા આપણી અમા અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે તો જ્યણા એ શ્રાવકની માતા છે.
જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી.
આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. ફળિયામાં કૂતરા છે, આંગણામાં બિલાડા છે, રસોડામાં વાંદા છે, શયનખંડમાં માંકડ છે, ખાળમાં ઉંદર છે, માથામાં
છે, ખૂણે-ખાંચરે ક્યાંક કીડીના દર છે, છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળીયાના જાળા છે, ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે, ચારે બાજુ મચ્છર ઉડે છે, નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્યાતા ત્રસ જીવો છે, અનાજમાં ઈચળ અને ઘનેડાં છે, શાકભાજીમાં પણ ક્યાંક ઈચળ છે, વાસણમાં ક્યાંક કંથવા છે.
સચિત્ત માટી પૃથ્વીકાય છે, કાચા પાણીમાં અપ્લાય જીવો છે, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે. વાનગીઓ ઉપર કે ફનીચર વગેરેમાં બાઝી જતી ફૂગ અને મકાનના કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાય જીવો છે.
બેસતાં, ઊઠતાં, હાલતા-ચાલતા, ખાતા-પીતા, સૂતા, 'બોલતા, વસ્તુ લેતા-મૂકતા, બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી બેકાળજીથી આવા ૧-૨થી માંડીને અનંત જીવોની હિંસા થઈ જવાની સંભાવના છે. આપણી થોડીક કાળજી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લે અને આપણને હિંસાના પાપથી બચાવી લે. પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુખથી રક્ષણ. આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી “મા” જ કહેવાય ને