________________
જિનાલય સંબંધિ જયણા ૧. જિનાલયમાં ઈલેકટ્રીક સીટી ન જ જોઈએ, હોય તો
દૂર કરવી. ૨. જિનાલય અંધારામાં ખોલાય નહિ, અંધારામાં પ્રક્ષાલ
વગેરે થાય નહિ. ૩. જિનાલય ખોલીને તુરત જયણાપૂર્વક કાજે લેવો જોઈએ. ૪. ડેરીનું દૂધ વાસી છે. બેઈન્દ્રિય જીવ થઈ જાય. તેનાથી
પ્રક્ષાલ ન જ થાય. પ. પાણી પણ તે જ દિવસનું ગાળેલું વપરાય બેફામ
ઉપયોગ ન જ થાય. ૬. આગાલા દિવસના ફૂલ વગેરે નિમલ્ય મોરપીંછીથી
ઉતારીને આજુબાજુનો પબાસાણનો ભાગ પુંજણીથી
જયણાપૂર્વક પુંજીને પછી જ પ્રક્ષાલ કરાય. 6. ફૂલ વગેરે નિર્માલ્ય પ્રક્ષાલની ડોલમાં નંખાય નહિ
અલગ સ્થાને ધીમેથી મુકાય. કેસર ઘસવાના ઓરસીયાને દરરોજ સાફ કરવો જોઈએ તેની આસપાસ નિગોદ ન થાય તેની કાળજી રાખવી. પગ ધોવાના સ્થાને, પાણી ઢોળાવાના સ્થાને તથા નમણ જ્યાં નંખાચ તે કુંડીમાં લીલ ન થાય તેની
કાળજી રાખવી. ૧૦. ધૂપસળી પ્રગટેલી હોય તો નવી ન પ્રગટાવાય.