________________
મેથી, લીલવા, મસુર, ગુવાર તથા એના પાંદડા, ભાજી વગેરે તેના શાક તથા કઠોળનાં લોટની બનેલી વસ્તુ ભેગી થવાથી તત્કાળ બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે તે ખાવાથી જીવહિંસા થાય છે. શરીરનું આરોગ્ય બગડે છે. શ્રીખંડ, મઠ્ઠો, ખીચડી, દહીંવડા, ચટણી, કટીના ઉપયોગ વખતે દ્વિદળ ન થાય તેની કાળજી
લેવી. મેથીનો વઘાર ન કરવો. ૩, બે રાત પછીનું દહીં, છાશ વપરાય નહીં. તેમજ દહીં
છાશના વડા થેપલા બીજી રાત પછી ન ચાલે. ૪. દળાવેલો લોટ, મિઠાઈ, ફરસાણ, ખાખરા નીચેના
સમયમાં વાપરી લેવાં. તેના કાળ પછી તેમાં જીવોત્પત્તિ થાય છે. કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ શિયાળામાં સુખડી લોટ વગેરેનો કાળ ૩૦ દિવસ. ઉકાળેલું પાણી ૪ પ્રહર. ફાગણ સુદ ૧૫થી અષાઢ સુદ ૧૪ ઉનાળામાં કાળ ૨૦ દિવસ. ઉકાળેલું પાણી પ પ્રહર. અષાઢ સુદ ૧૫થી કારતક સુદ ૧૪ વર્ષાદિતુમાં કાળ
૧૫ દિવસ. ઉકાળેલું પાણી ૩ પ્રહર. ૫. સૂકો મેવો, કોથમીર, દરેક પ્રકારની ભાજી, તલ, કોબી,
સરગવાની શીંગ, ફાગણ સુદ ૧૪ થી કા. સુ ૧૪
વાપરવા નહિં. છે. દરેક માસની પર્વની તિથિઓમાં, પર્યુષણ તથા ચૈત્ર
આસોની શાશ્વતી ઓળીમાં લીલોતરી ન વાપરવી. કેરી આદ્રા નક્ષત્ર પછી ન વાપરવી. ટીનપેક રસ અભક્ષ્ય છે. અજાણ્યા ફળ, તુચ્છ ફળ, ચણીબોર, પીલુ, ગુંદી, જબ, કરમદા ન વાપવા.
(%)