________________
૩. લગ્ન કે કોઈપણ ખુશાલી પ્રસંગે ફટાકડા ફોડવા નહિ.
ફટાકડાથી અનંત જીવોની હિંસા થાય છે. અશાતાનું
કર્મ બંધાય. ૪. સમારંભો લીલી વનસ્પતિવાળા મેદાનમાં ન કરાવ.
હોલમાં જ રાખવા. વનસ્પતિ પર ચાલવાથી અપરંપાર વેદના વનસ્પતિના જીવોને થાય છે. મેદાનમાં કારપેટ પથરાતા કીડી, મંકોડા, વનસ્પતિ તથા લીલના અનંત
જીવોની હિંસા થાય છે. ૫. સમારંભો, લગ્ન, ધાર્મિક પ્રસંગ, પૂજન દિવસના સવારે
રાખવાં. જેથી સામૂહિક રાત્રિભોજન ન થાય. મહાપાપથી બચવા પૂજન કરાવનાર તથા વિધિકારોએ ઉપયોગમાં રાખવું. જિનાજ્ઞાના ઉલ્લંઘનથી સૌને કર્મ બંધાય અને
બધો ખર્ચ પાણી બને. ૬. પહેરવાના કપડાં, ચાદર વગેરે પક્ષી-પ્રાણીની છાપવાળા
તથા અક્ષરવાળા ન વાપરવા. અક્ષર જ્ઞાનસ્વરૂપ હોઈ ટોયલેટની આશાતનાથી બચવાનું છે. એંઠા મોંટે ન બોલવું. પગલુંછણીયાં પણ અક્ષર વિનાનાં રાખવા. જમાનાવાદથી બચી બહેનોએ માસિક ધર્મ બરાબર પાળવો. અન્યથા મહાપાપ લાગે છે તેમજ આરોગ્ય અને લક્ષ્મીનો ક્ષય થાય છે. તથા બીજા પણ દોષ લાગે છે. આહાર-ભોજનમાં જયણા-જીવદયા
કેવી રીતે પાળશો? આજે અનેક પ્રકારની અવનવી અભક્ષ્યઆરોગ્યનાશક વાનગી બનવા લાગી અને માણસ બે હાથે આરોગવા માંડ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવા લાગી
(૬૪)