________________
ઘરને કતલખાનું થતું બચાવો
અભયદાનથી પુણ્ય કમાવો તમારે ક્યારેય દુઃખી થવું નથી ને? તમારે ક્યારેય મરવું નથી ને?
તો ઘર-ઘરમાં જીવરક્ષા કરો. - જીવરક્ષા તમારી રક્ષા કરશે.
જીવવું સૌ કોઈ ચાહે છે નીરોગી દેહ સૌ કોઈ ચાહે છે રોગાદિ દુઃખની વિટંબનાના ભોગ બનવું ન હોય તો પરમાત્માએ બતાવેલા અહિંસા ધર્મનું પાલન, રોજીંદા જીવનમાં વધુને વધુ જયણાનું પાલન કરો.
અહિંસા પ્રેમી કુમારપાળ મહારાજાના પગલે અહિંસામય જીવન બનાવો.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના પરમભક્ત, અહિંસાપ્રેમી કુમારપાળમહારાજ ૧૮-૧૮ દેશના સંપૂર્ણ રાજ્યમાં અહિંસાનું અભૂત પાલન કરવાતા. નાની જૂપણ મારી શકાતી નહિ. ૧૧ લાખ ઘોડાઓને પાણી ગાળીને પીવડાવાતું. ઘોડેસવાર પૂંજણીથી પૂંજી ઘોડા ઉપર બેસતો. ખુદ મહારાજા ચોમાસામાં વિશેષ જીવદયાનું પાલન કરતા, અને સૌ પાસે કરાવતા.
ઘરમાં રોજીંદા જીવનમાં જયણા-જીવદયાનું પાલન કરો. ૧. ચરબીવાળો સાબુ જિલેટીન હાડકાનાં પાવડરથી બનેલા
ટૂથપેસ્ટ, જેલી આઈસ્ક્રીમ, ચોકલેટ વિ. વાપરવા નહિં. જરૂરત પૂરતો અહિંસક સાબુ વાપરવો. (અહીં અલ્પ
અર્થમાં અહિંસક શબ્દ વાપર્યો છે.). ૨. ગર્ભપાતમાં પંચેન્દ્રિય જીવની ક્રૂર હત્યા થાય છે. કરે
કરાવે અનુમોદે તે નરકગામી બને છે. ગર્ભપાતથી બચો.
(૬૩)