________________
નથી જરૂર એના સંશોધનો પાછળ મહિનાઓ, વર્ષો વીતાવવાની!
નથી જરૂર એની પાછળ પૈસાનો ખર્ચ કરવાની! વગર વિજ્ઞાનભવન-લેબોરેટરીએ, વગર યંત્રોએ, વગર દુર્બીનોએ, અને સમય તથા પૈસાના ખર્ચ કર્યાં વગર સર્વજ્ઞ ભગવંતોએ જગજાહેર કરી દીધું કે - રાત્રિભોજનમાં અસંખ્યઅનંત જીવોની વિરાધના થતી હોવાથી મહાપાપનું કારણ છે! માટે નરકાદિ અને દુઃખોથી બચવા સૌએ રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
-
વૈજ્ઞાનિકો સંશોધનના અંતે પણ જાહેર કરતાં ખચકાટ અનુભવે છે કે નથીને મારું સંશોધન ખોટું પડે તો! પણ સર્વજ્ઞને પોતાની વિશિષ્ટજ્ઞાન શક્તિથી જોયેલ જાણેલી વસ્તુને જાહેર કરતાં કોઈ જાતનો ખચકાટ નથી હોતો, કારણ ગમે તેવાં સંશોધન પછી પણ એને કોઈ મિથ્યા હરાવી શકે તેમ નથી.
-
કેવલજ્ઞાની તો ત્યાં સુધી જણાવે છે કે દિવસે પણ અંધારામાં તથા સાંકડા મોઢાવાળા વાસણમાં જમવાથી રાત્રિભોજનનો દોષ લાગે છે.
રાત્રિભોજન જૈન દર્શનના આધારે
દિવસ અને રાત્ર જે ખાધા કરે છે તે ખરેખર સ્પષ્ટપણે શીંગડા અને પુંછડા વગરનો પશુ જ છે!
. યોગશાસ્ત્ર ૩/૬૨
જે માનવો દિવસે છોડીને રાત્રે જ ખાય છે તે મૂર્ખ મનુષ્યો ખરેખર માણેકને છોડીને કાચ ગ્રહણ કરે છે.
યોગશાસ્ત્ર ૩/૬૫
(૪૮)