________________
'પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને 'વ્હોરાવતી વખતે લેવાની કાળજી
સ્પે. આધાકમ ગૌચરી મ.સા.ને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ, રસોઈ બનાવતી વખતે મ.સા.ને
નજરમાં રાખીને વધુ ન બનાવાય. ૨. કોઈ મહારાજ સાહેબ કારણે બનાવવાનું કહે તો તેમની
જરૂર પૂરતું જ બનાવાય, વધુ ન બનાવવું. ૩. રોટલી, ખાખરા વગેરે ચોપડવા માટે ઘી ગરમ ન કરાય,
ચોપડતી વખતે છાંટા ન ઉડે તેની કાળજી કરવી. ૪. પૂ.મ.સા. પધારે ત્યારે લાઈટ, પંખા, ટી.વી. જે સ્થિતિમાં
હોય તે સ્થિતિમાં રાખવા, બંધ ચાલુ ન કરાય. ૫. શાકભાજી, ફુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી અનિ
વગેરેને અડીને વ્હોરાવાય નહિ. ૬. બજારની મિઠાઈ, ફરસાણ, બીસ્કીટ, ચોકલેટ વગેરે
ક્યારેય વ્હોરાવાય નહિ. ૭. ફ્રીજમાં પડેલી વસ્તુ બિલકુલ વ્હોરાવાય નહિ. ૮. ટાઈમના ટંક પુરા ન થયા હોય તો હોરાવાય નહિ. ૯. દુધ-ઘી વગેરે ઢોળાય નહિ તેની ચોક્કસપણે પૂરતી
કાળજી લેવી. ૧૦. મ.સા. પધારે ત્યારે ઉતાવળા થઈને દોડાદોડી ન કરવી. ૧૧. ગરમ દૂધ વગેરે કુંક મારીને હોરાવાય નહિ.