________________
૩૪. લાઈટથી જીવાત ઘણી થાય છે. તેથી શક્ય તેટલો
લાઈટનો ઉપયોગ ટાળો. સાંજે લાઈટ કરતા પૂર્વે બારી
બારણાં બંધ કરો. ૩૫. પાણી વાપર્યા પછી ગ્લાસ લૂછીને જ મુકો. ગ્લાસ
ઉંધો ન મૂકવો. ૩૬. ચોમાસામાં મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળો. ૩૦. વાસી ભોજન રાખો નહિ, વાસી ભોજન જમો નહિ. ૩૮. મિઠાઈ, ખાખરા, ફરસાણ, લોટ વગેરેનો કાળ વીતી
ન જાય તેની કાળજી રાખવી. ૩૯. બહારના મિઠાઈ-ફરસાણ, તૈયાર લોટ વગેરે વાપરવા
નહિં. ૪૦. હોટલની વાનગીઓ અભક્ષ્ય અને જયણારહિત
બનાવેલી હોય છે. હોટલમાં જમવું નહિ. ૪૧. બહારની તૈયાર વાનગીઓ ઈન્ટટન્ટ ફૂડ - આઈસક્રીમ
- ઠંડાપીણાં વગેરેનો ત્યાગ કરો. ૪૨. બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં-છાશ વાપરવા નહિં.
દહીં-છાશમાં બનાવેલા થેપલાં-ટેબરાં વધુમાં વધુ બીજા
દિવસે જ ખપે. ૪૩. લગ્નાદિ પ્રસંગોના કે ધાર્મિક પ્રસંગોના જમણવારો
રસોડા કેટરર્સને સોંપાય છે, તેમાં બિલકુલ જયણા તથા ભક્ષ્યાભઢ્યનો વિવેક સચવાતો નથી. આવા જમણવારો કેટરર્સને ન સોંપો. જાતે દેખરેખ રાખી પૂરેપૂરી જયણા સાચવો. તેમાં રાત્રીભોજન ન થાય તેની ખાસ તકેદારી રાખો.
(૩૫)