________________
૨૮. ખાંડને દૂધ-ચા વગેરેમાં નાખતાં પહેલા રકાબીમાં
પહોળી કરીને બરાબર જોઈ લો તેમાં કીડી કે અન્ય
તુ તો નથી ને! ૨૯. ખાંડને બરાબર સાફ કરીને ચુસ્ત ડબામાં રાખો.
તેને ભેજ લાગતા ઝીણી ઈયળ થવાની સંભાવના છે. ૩૦. લાલ બોર મરચામાં તે વર્ષની પુષ્કળ જીવાતો સંભવિત
છે. ખૂબ ચાતનાપૂર્વક મરચાં બરાબર જોઈ લેવા. ૩૧. રાઈ, મરચાં, ધાણાજીરૂ તથા અન્ય મસાલામાં તે જ
વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. સાફ કરીને બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલા પણ ખૂબ બારીકાઈથી જોઈ લો. આ ચીજોને ભેજ ન લાગે તેનું
ધ્યાન રાખો. ૩૨. રસોડાના ચૂલા ઉપર લાઈટ ન રાખો. લાઈટની
આસપાસ ઉડતી જીવાત ચૂલા પર કે તપેલીમાં પડે તો મરી જાય. સૂર્યપ્રકાશ પૂરતો આવતો હોય ત્યાં જ રસોડું કરો. રાત્રે કે અંધારામાં રસોઈ કે જમવાનું ન
કરો.
૩૩. ચોમાસામાં ભેજને કારણે કેસરના તાંતણાઓમાં તે
જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. આઈગ્લાસ વડે ખૂબ બારીકાઈથી જોવાથી નજરે ચડે છે. કેસર આઈગ્લાસથી વારંવાર તપાસતા રહો. જીવતવાળા કેસરને સંપૂર્ણ જીવાત મુક્ત કર્યા વિના તેનો ઉપયોગ ન કરાય. કેસરની ડબીમાં કાળામરીનાં દાણાં મૂકી રાખવાથી જીવાત થતી નથી. કેસર લાવી ગરમ કરેલી થાળીમાં મૂકી સૂકવી નાંખી તેને નાના નાના પેકીગમાં સીલપેક કરી રાખો જેથી બધાને ભેજ ન લાગે.
(૩૪)