________________
'' જયણાની જડીબુટ્ટીઓ : : - ૧. મોરના પીંછાં : મોરના પીછાં મૂકી રાખવાથી કે
હલાવવાથી સાપ અને ગરોળી દૂર ભાગી જાય છે. કાળામરી: કેસરની ડબીમાં કાળામરીનાં દાણાં મૂકી રાખવાથી ભેજને કારણે થતી જીવોત્પત્તિ અટકે છે. કામરની ગોળી : કપડાં કે પુસ્તકોના બેગ-કબાટ વગેરેમાં ડામરની ગોળીઓ મૂકી રાખવાથી જીવોત્પત્તિ થતી નથી. પાશે : અનાજમાં પારાની થેપલી મૂકવાથી અનાજ સડતું નથી - જીવાત પડતી નથી. દીવેલ : ચોખા-ઘઉં-મસાલા વગેરે દીવેલથી મોવાથી જીવાત પડતી નથી. દીવેલની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. ઘોડાવજ : પુસ્તકોનાં કબાટમાં ઘોડાવજ મૂકી રાખવાથી જીવાત થતી નથી. તમાકુ કે લીમડાના પાન : કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં તમાકુનાં પાન મૂકી રાખવાથી જીવાત થતી નથી.
નો ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત્ત રહે છે. ચૂનાથી ધોળેલી દિવાલો પર જીવજંતુ જલદી આવતા નથી. લાકડાના ફર્નીચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નીચરમાં જીવાત થતી નથી.
(૪)