________________
Prevention Is Better Than Cure
ઉપચાર કરતાં ઉપયોગ (કાળજી) સારો
જીવોત્પત્તિ થયા પછી તે જીવોની રક્ષા ખૂબ મુશ્કેલ બને છે. તેથી ઘરમાં જીવાતો ઉત્પન્ન જ ન થાય તેની કાળજી રાખવી ઉત્તમ છે.
આટલી કાળજી અવશ્ય રાખો તો જીવોત્પત્તિથી બચી
જશો. ,
આખું ઘર સંપૂર્ણ સ્વચ્છ રાખો. ગંદકીથી જીવોત્પત્તિ વિશેષ થાય છે. પાણી ઓછામાં ઓછું ઢોળો. ભીનાશથી પુષ્કળ જીવો પેદા થાય છે. ખાદ્યપદાર્થ બહાર ન ઢોળો. ખોરાકના વેરાયેલા કણથી આકર્ષાઈને જીવો દોડી આવે છે. એવું ન મૂકો. એંઠવાડ મોરીમાં ઢોળવાથી અને ખાળમાં જવાથી વાંદા વગેરે પુષ્કળ જીવો ઉત્પન્ન થાય છે. હવા-ઉજાસનો અવરોધ ન કરો. બારી-બારણા બંધ રાખી કુદરતી હવા અને સૂર્યપ્રકાશનો અવરોધ કરવાથી જીવોત્પત્તિની શક્યતા વધે છે. ખાદ્યપદાર્થના વાસણો ચુસ્ત બંધ રાખો. અથાણાંની બરણી વગેરે બરાબર બંધ ન થયા હોય તો સુગંધથી જીવો આકર્ષાય છે. ખાદ્યપદાર્થો વાસી ન રાખો. તે તે ખાદ્યપદાર્થોની તે તે કાળમર્યાદાનું ઉલ્લંઘન થવાથી જીવોત્પત્તિની સંભાવના વધે છે.
'
(૩)