________________
રે' અને પિતાની જાતને જોતાં જ એણે શઠ પાડી. “અરે, આ શું? હું ગધેડે ? ઉકરડા પર ઊભું રહી ભૂકનાર હું ગર્દભર અરે, મહારાજ ! જુલમ કર્યો રે તમે! અમને આમ જાનવર કાં બનાવે ?'
સંતે કહ્યું. “ભલા માણસ! આમાં હું શું કરું? તમે જે રીતે જીવે છે તે રીતે આમાં દેખાઓ છે! માણસ બહારને આકાર ગમે તે મેળવી શકે પણ અંદર કૂતરા જે છે કે માનવ જે તે જ ખરો પ્રશ્ન છે. જે મનથી સત્યને પૂજત નથી, સત્યને ઉચ્ચારતે નથી, સત્યને આચરતું નથી અને જેના મન ને વાચાને મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પશુ છે. તે ભાષણ કરતું નથી પણ ભસે છે, બાલતે નથી પણ બકે છે!”,