________________
હું સમર્પણ )
૧ વિઘાના વિશદ સાગરમાં વિલાસ કરનારા ! વાત્સલ્યના કલ્લોલથી સહુ કોઈને ઉલ્લસિત કરનારા !
વાણીમાંથી વિનય વિવેકને કરાવનારા ! જે વિવિધ વ્યાધિના બૃહ સાથે આવી ચડેલા કર્મવ્યાધ ઉપર
સમતાપરથી વિજય મેળવનારા ! જ સંયમ સાગરમાં અડગે રહી દીવાદાંડીની જેમ ભૂલેલાને માર્ગ
ચિધનારા ! જ પ્રાણની જેમ પોથી અને (લેખની) પેનને ક્યારે પણ વિખુટી
નહિ પાડનારા ! મારા જેવા અબુધને બોધિત કરવા ઉષાની કિરાણની રાહ જોયા. વિના અધ્યાપનમાં તત્પર બનનારા !
પરમગુરૂદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી
ના દિવ્ય કરકમલમાં
સવિનય સમર્પિત... ચરણચંચરિક મુનિ રત્નજ્યોત