________________
૩૦૩
તર્કભાષા વાર્તિકમ્ જ છે. તો પછી એકથી સર્વ કાર્ય સિદ્ધ થઈ શકતું હોય તો ભિન્ન સંબંધ માનવામાં ગૌરવ આવે. પરંતુ આમ માનવા જતા સમવાયના પાયાનું પતન થાય. અને તેથી “ગુણ, કર્મ, સામાન્ય વિશેષ પદાર્થો દ્રવ્યથી સર્વથા ભિન્ન છે,” એ કલ્પનાનો કિલ્લો કકડભૂસ થઈ જાય છે. અવચ્છેદકના આધારે સમવાયને ભિન્ન માનવા જતા સ્વભાવ ભેદ માનવો પડશે. અને તેથી એક ઘટરૂપ સમવાયનો નાશ થતાં અન્ય ઘટરૂપમાં નવો સમવાય જાગે, એમ અનિત્ય થઈ જશે. એટલે કે આ બધી પ્રતીતિ દ્રવ્યનાં પર્યાયરૂપે જ થતી હોવાથી અભેદ માનવો જરૂરી છે. અને અભેદ પરિણતિ માટે સમવાય તો રહ્યો નથી. એટલે ગુણ વગેરે ને જ દ્રવ્યથી યત્કિંચિત્ અભિન્ન માનવા શ્રેયસ્કર છે,
જેમકે ઘટદ્રવ્ય છે. રૂપરંગ તેનાથી અલગ કરી શકાતી નથી. હાલક ડોલક ક્રિયા પણ ઘટથી જુદી રહી શકતી નથી. તેજ ઘટ ક્ષેત્ર, રૂપ, દ્રવ્ય, વગેરેની અપેક્ષાએ પોતાને અન્ય ઘટથી જુદો પાડે છે. માટે પોતે વિશેષ થયો અને સામાન્ય રીતે તે તે ઘટ પણ અન્ય ઘટની જેમ 'ઘટ” વ્યપદેશને યોગ્ય છે. એટલે ઘડો લાવવાનું કોઈ કહે તો તે ઘટને પણ લાવી શકાય છે, એટલે ઘટ સામાન્યમાં તેનો સમાવેશ થયો. માત્ર સંખ્યા સંજ્ઞા વગેરેના આધારે કથંચિત્ ભિન્ન માનવામાં જૈનોને વિરોધ નથી. બે પરમાણુઓ ક્ષેત્ર અપેક્ષાએ-આકાશ પ્રદેશની ભિન્નતાથી તથા ગુણની અપેક્ષાએ ભિન્ન પડી શકે છે, માટે ત્યાં પણ વિશેષ પદાર્થ માનવો જરૂરી નથી. અને દિશા અને આકાશ તો એક જ છે. કારણ ઉપાધિ જન્ય ક્ષેત્ર જ દિશા છે. અને કાલના ગુણ પર્યાય આકાશથી ભિન્ન છે જ, માટે ત્યાં પણ વિશેષની જરૂર નથી.
* જ્ઞાનાદિ વિશેષ ગુણો તો શરીરવચ્છેદન ઉત્પન્ન થાય છે - રહે છે. પણ વિશ્વનાં કોઈ પણ ખુણામાંથી ભોક્તા સાધનને ઉપયોગી બની શકે છે, માટે
ત્યાં સુધી તમારા મતે અદષ્ટનું રહેવું જરૂરી છે. માટે એક ખાણમાં બે આત્માનું અદષ્ટ પહોંચ્યું, ત્યાં એક ખોદવાનું કામ કરે છે. ત્યારે બીજો આરસના મહેલમાં રહેવા રૂપે ભોગવે છે. આ ભેદમાં કર્મ કારણ છે, એટલે બન્નેનું કર્મ ત્યાં સુધી પહોંચેલું માનવું જરૂરી છે. પણ તેમનો કંટ્રોલ કરનાર કોણ? કારણ કે સમવાય સર્વત્ર છે. તેથી આત્મા-અષ્ટમાં તાદાત્મ સંબંધ જ માનવો જરૂરી છે. આમ સમવાયની જરૂરીયાત નથી અને માનવા જતા અનેક આપત્તિ આવતી હોવાથી સમવાય સંબંધ એક સ્વતંત્ર પદાર્થ માનવો હિતાવહ નથી.