________________
તર્કભાષા વાર્તિકમ્
नम्' । परिगृहीतसिद्धान्तविरुद्धाभ्युपगमे अपसिद्धान्ते स्फुटं तत्त्वधीविरोधित्वम् । અવયવ વિપર્યાસ એટલે પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવનો ક્રમરહિત ઉલટ સુલટ પ્રયોગ કરવો તે અપ્રાપ્તકાલત્વ છે. - જેમકે ધૂમ હોવાથી(હેતુ) પર્વત વહ્નિવાળો છે (પ્રતિજ્ઞા). ઈત્યાદિમાં ઉલટ સુલટ બોલ્યા તેને પણ તેવા ક્રમની અહીં આકાક્ષાં - અપેક્ષા ન હતી, માટે આ પ્રયોગ તત્ત્વબુદ્ધિને પેદા ન કરે. ન્યૂન આકાંક્ષિતની અનાસત્તિરૂપ હોવાથી જે અવયવની આકાંક્ષા - અપેક્ષા છે છતાં તેનો પ્રયોગ ન કરીએ, તે તેના ઉપરની અફિચ દર્શાવે છે. માટે તેવા પ્રયોગ તત્ત્વબુદ્ધિને પેદા ન કરે.
ન
અધિક અને પુનરૂક્તિમાં આકાંક્ષિતની આસત્તિ હોવાથી વધારે પડતા પ્રયોગ તે પ્રયોગની આસક્તિને દર્શાવે છે. અને એક પદાર્થમાં અત્યધિક આસક્તિ ઉભી થઈ જાય તો જે તત્ત્વજ્ઞાન મેળવવું છે, તે ન મેળવી શકાય.
ન્યૂનનું લક્ષણ પોતાનાં સિદ્ધાન્તમાં સિદ્ધ અવયવોની ઉણપ. અધિક નું લક્ષણ-હેતુ ઉદાહરણનું આધિક્ય અર્થાત્ વધારે પડતા હેતુ અને ઉદાહરણ નો પ્રયોગ કરવો. પુનરૂક્તનું લક્ષણ હેતુ અનુવાદ (કોઈ પ્રયોજનના વશથી પૂર્વે કહેલ વાતનો ઉલ્લેખ) કરવાનો ન હોય તો પણ શબ્દ અર્થને ફરી કહેવા. અનનુભાષણ - ત ્ ઈત્યાદિ સર્વ નામથી, વિપરીત અનુવાદથી, એકદેશના અનુવાદથી, માત્ર દૂષણના ઉત્તરથી, અવગ્રંભ = સ્તમ્ભ થી અહંકાર - દૃઢનિશ્ચયના કારણે અયથાનુભાષણ યથાયોગ્ય અનુભાષણ ન કરવુ, અર્થના અપ્રતિસંધાનના સમર્થક પણાથી - અર્થનું અનુસંધાન કરવામાં સમર્થ ન હોવાથી તત્વધીનું વિરોધી જ હોય છે. કારણ કે ઉચ્ચાર કર્યા વગર શેના આશ્રયથી પ્રતિવાદીના પક્ષનું વાદી ખંડન કરે.
तथा प्रतिज्ञाविरोधोऽप्राप्तकालं न्यूनमधिकं पुनरूक्तमयथानुभाषणमपसिद्धान्त इत्येतत् सप्तकमुद्भाव्यमपि न कथापर्यवसानक्षमं । यद्यपि हेत्ववयवन्यूनतायां निर्णायकाभावात् तत्त्वधीविच्छेदे कथापर्यवसानमेव । तथाप्यवयवान्तरन्यूनतायां न तथेत्याशयः, हेत्वाभासनिरनुयोज्यानुयोगयोरेवकथावसानकत्वमिति निरनुयोज्यानुयोगस्त्वदूषणेदूषणाभिधानं । हेत्वाभासाश्च प्रागेव व्याख्याताः । ૧. ગૌતમ સૂત્ર વૃત્તિમાં ‘વન રૂપળોત્ત્વા સમ્મેનવેતિ' આ પ્રમાણે છે:
૨૯૮
-
-