________________
संक्षिप्त युक्त्यन्वित तर्कभाषा प्रकाश्यते तस्य कृते मयैषा ।
અર્થાત્ જે આળસુ બાળક થોડા અધ્યયનથી જ ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કરવા ઈચ્છે છે, તેઓ માટે હું (કેશવમિશ્ર) સંક્ષિપ્ત યુક્તિઓથી આ તકભાષા ગ્રંથની રચના કરું છું. બાળજીવોને ન્યાયશાસ્ત્રરૂપી મહાનદીમાં પ્રવેશ કરવા માટે રચના કરું છું. બાળજીવોને ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કરવા માટે ઘણા નાના નાના ગ્રંથોની રચના થયેલી છે. પરંતુ વર્તમાનકાળે તર્કસંગ્રહ અને તર્કભાષા વધુ પ્રચલિત છે. તર્કસંગ્રહ પ્રમાણમાં નાનો ગ્રંથ છે. પરંતુ તેમાં ન્યાયશાસ્ત્રની તમામ પરિભાષાઓ અને તત્ત્વોનો સમાવેશ થતો નથી. જ્યારે તર્કભાષામાં ન્યાયદર્શન સંમત ૧૬ તત્વો.(૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) પ્રયોજન, (૫) દષ્ટાંત, (૬) સિદ્ધાના, (૭), અવયવ, (૮) તર્ક, (૯) નિર્ણય, (૧૦) વાદ, (૧૧) જલ્પ, (૧૨). વિતંડા, (૧૩) હેવાભાષા, (૧૪) છલ, (૧૫) જાતિ અને (૧૬) નિગ્રહસ્થાનની વિચારણા કરવામાં આવી છે. પ્રથમ પ્રમાણતત્ત્વની વિચારણામાં પ્રમાણ લક્ષણ, કરણ અને કારણની ચર્ચા, કારણોના ભેદ અને તેના લક્ષણો, ચાર પ્રમાણની ચર્ચા (1) પ્રત્યક્ષનું લક્ષણ અને તે ભેદની ચર્ચા (૨) અનુમાનનું લક્ષણ તથા તેના ભેદ અને હેત્વાભાસ આદિની વિસ્તાર પૂર્વક ચર્ચા કરી છે. (૩) ઉપમાન પ્રમાણ (૪) શબ્દ પ્રમાણ અને પ્રાસંગિક અર્થોપત્તિ અને અભાવ પ્રમાણની ચર્ચા કરેલી છે. પ્રમાણનું સમાપન કરતા પ્રામાણ્યવાદની ચર્ચા કરવામાં આવી છે.
- બીજા તત્ત્વ પ્રમેયની પાગ વિસ્તારથી વિચારણા કરી છે. ન્યાયદર્શન સંમત - ૧૨ પ્રમેય છે. યથા આત્મા, શરીર, ઈન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુઃખ અને અવવર્ગ. આ બારેય તત્ત્વોના લક્ષણો આપી તેની ચર્ચા કરી છે. તેમજ ચોથા પ્રમેય અર્થની અંતર્ગત વૈશેષિક દર્શન માન્ય દ્રવ્ય આદિ છે પદાર્થોનો સમાવેશ કર્યો છે. અને આ વર્ણન પણ ખૂબ જ સરળ અને સુબોધ છે.
અને શેષ ૧૪ તત્ત્વોના લક્ષણો જણાવવામાં આવ્યા છે. આમ ન્યાયદર્શન, વૈશેષિક દર્શન ભણવા ઈચ્છતા જિજ્ઞાસુ માટે આ એક સરળ, સુબોધ ગ્રંથ છે. તર્કસંગ્રહ કરતા પ્રમાણમાં વિસ્તૃત હોવા છતાં સરળ છે તેજ આ ગ્રંથની વિશેષતા છે.