________________
श्रीकुमारविहारशतकम्
* ભાવાર્થ - જે ચૈત્યને વિષે આવેલા ધ્વજદંડ ઉચા શૃંગવાળા મોટા શિખરની શિખા ઉપર ચડી પોતાના ચપળ વાવટારૂપ હાથવડે કરીને દેશાંતરમાં રહેલા લોકોને સંબોધી કહે છે કે, “જે માણસને સ્વર્ગના સુવર્ણપર્વતના શિખરને સ્ફટિકગિરિ-વૈતાદ્યપર્વતના તટને અને રોહણાચલ પર્વતની અંદરના સ્થળોને જોવાની મનમાં લાંબા કાળની ઈચ્છા હોય, તે આ ચૈત્ય ઉપર આસ્થા કરો.'૩૨ ' વિશેષાર્થ - આ શ્લોકમાં તે ચૈત્યના ધ્વજદંડ ઉપર ઉ~ક્ષા કરેલી છે. ધ્વજાઓના વાવટાને હાથની ઉપમા આપેલી છે. જેમ કોઈ માણસ જોવા લાયક વસ્તુને બતાવાને પોતાના હાથની સંજ્ઞા કરી બોલાવે છે, તેમ ધ્વજદંડ પોતાના વાવટારૂપી હાથની સંજ્ઞા કરી દેશાંતરના લોકોને તે ઊંચા ચૈત્યની ઉપર આવી સુવર્ણગિરિ, વૈતાગિરિ અને રોહણગિરિની શોભા જેવાને બોલાવે છે. જાણે તે એમ કહેતા હોય કે, “જો મેરૂ પર્વત, વૈતાઢ્ય પર્વત, અને રોહણાચળ પર્વતને પ્રત્યક્ષ જોવાની તમારી ઈચ્છા હોય તો આ ચૈત્ય ઉપર આસ્થા કરો. અર્થાત્ જે તમે આ કુમારવિહાર ચૈત્યમાં આવશો, તો તમને મેરૂ, વૈતાઢ્ય, અને રોહણગિરિની શોભા જોવા મળશે.” અર્થાત્ તે ચૈત્ય એટલું મોટું ઉચું છે. તેનો બીજો અર્થ એવો પણ થાય છે, જે તમે આ ચૈત્યની અંદર રહેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉપર આસ્થા રાખશો, તો તમે સ્વર્ગમાં જવાના અધિકારી થશો. તેમ જ મેરૂ, વૈતાઢ્ય, અને રોહણગિરિમાં અવતરી તમે તેને પ્રત્યક્ષ જોઈ શકશો. ૩૨ यस्मिन् गांगेयकुंभव्रजवमितमहःकांडसंश्लेषदोषाद् - दिक्चक्राक्रांतिधीरैः शशिनि सहगते पीतिमानं करौघैः । निद्रालून् केलिकीरांस्तरलजललवांश्चंद्रकांतप्रकोष्टान् ज्योत्स्नालोलांश्चकोरान्नगरमृगहशो वीक्ष्य रात्रिं विदंति ॥३३॥