________________
श्रीकुमारविहारशतकम्
સુવર્ણના સ્તંભોની પાસે સુવર્ણવર્ણી થતી હતી અને નીલમણિની પાસે મયૂરની ડોક જેવી દેખાતી હતી. આ પ્રમાણે પંચરંગી બનતી તે સ્ત્રીઓ સૂર્યકાંતથી અશ્રુવાળી થતી, હસ્તીઓનાં ચિત્રોથી ભય પામતી અને પુતળીઓને જોઈ વિસ્મય પામતી હતી. આ ઉપરથી વ્યાખ્યાનશાળાની સમૃદ્ધિ પણ કવિએ દર્શાવી છે. ૧૦૫
(૧૧૮)
यत्र श्रद्धातुराणामजिरभुवि परिभ्राम्यतां बिंबयोगात् । व्यालोलां वीक्षमाणो हरितमणिमयीं नेत्रवल्लीं स्फटासु । साक्षाद्भोगींद्रशंकाप्रभवभयभवद्वेपथुव्यस्तपाणिः ।. पूजां पार्श्वस्य लोको विरचयति सदा पूजकानां करेण ॥ १०६॥
अवचूर्णि :- यत्र प्रासादे अजिरभुवि परिभ्राम्यतां श्रद्धातुराणां पूजकानां करेण स्फटासु हरितमणिमयीं नेत्रवल्लीं बिंबयोगाद्व्यालोलां चपलां वीक्षमाणो साक्षाद्भोगींद्रशंकाप्रभवभयभवद्वेपथुः व्यस्तपाणिः लोकः पार्श्वस्य पूजां विरचयति । वेपथुः कंपस्तेन व्यस्ताः पाणयो यस्य सः॥१०६॥
ભાવાર્થ જે ચૈત્યના આંગણામાં ભમતા એવા શ્રદ્ધાળુ પૂજકોના નેત્રોના સર્પની ફણાઓમાં પ્રતિબિંબ પડવાના યોગથી નીલમણિમય નેત્ર રૂપ વેલને જોઈ સાક્ષાત્ સંર્પની શંકા થતાં તે વડે ઉત્પન્ન થયેલા ભયને લઈને જેમને કંપારી થઈ આવતાં હાથ ઢીલો થાય છે, એવા લોકો શ્રી પાર્શ્વનાથ પ્રભુની પૂજા ગોઠીઓને હાથે કરાવે છે. ૧૦૬
વિશેષાર્થ - તે ચૈત્યના આંગણામાં શ્રદ્ધાળુ પૂજકો ફરતા હતા, તેમના નેત્રોનાં પાર્શ્વનાથ પ્રભુના મસ્તકે રહેલા સર્પની ફણાઓમાં પ્રતિબિંબ જોઈ, તેઓ ‘આ પ્રત્યક્ષ સર્પો છે’ એમ ધારી મનમાં શંકિત થતા હતા, અને તેના ભયથી કંપાયમાન થતા હતા. તેથી પ્રભુની પૂજા કરવામાં તેમનો હાથ અટકાતો હતો. પછી તેઓ ગોઠીઓને હાથે પ્રભુની
...