________________
श्रीकुमारविहारशतकम्
- ભાવાર્થ - સ્કુટ એવી કાંતિના સમૂહને લીધે સૂર્યની જેમ જેમના દેહ પ્રકાશમાન થઈ ગયેલા છે, જેઓ નેત્રોની સન્મુખ રહેલા છે અને જેઓ પ્રતિબિંબોને લઈને ચંચળ દેખાય છે, એવા ભીંતોના સ્તંભોના પ્રકોણને આદરથી અવલોકન કરતો ગંધર્વલોક જે ચૈત્યની બહાર બેસારવામાં આવેલો છે, તો પણ ચૈત્યના મધ્ય ભાગે રહેલા મનુષ્યો કે જેઓ ખૂણા વગેરેથી ઢંકાઈ રહેલા છે, તેથી તેમના મુખ સંતોષ તથા રોષથી યુક્ત થયેલા છે, તે તેમના આશયને જાણે છે. ૬૬ -
વિશેષાર્થ- તે કુમારવિહાર ચૈત્યની અંદર ગંધર્વલોક તેની બાહર બેઠેલા છે, તો પણ તે ચૈત્યની મધ્ય ભાગે બેઠેલા લોકોના આશયને જાણે છે. કારણ કે, જેઓ ચૈત્યના ખૂણા વગેરેથી આચ્છાદિત થયેલા છે, તેમના મુખ ઉપર રોષ ઉત્પન્ન થયેલો છે, પણ તેઓ ગંધર્વલોકને ચૈત્યની બાહર બેઠેલો જાણી મુખ ઉપર સંતોષ ધારણ કરે " છે. વળી તે ગંધર્વલોક ચૈત્યની દીવાલોના તંભના પ્રકોષ્ટને આદરથી
જુએ છે-જે પ્રકોષ્ટ સ્કુટકાંતિથી સૂર્યની જેમ પ્રકાશમાન દેહવાળા થઈ રહ્યા છે અને તેઓ તેમના નેત્રોની સમીપે આવેલા છે, તેથી તેમના પ્રતિબિંબો તેઓની અંદર પડે છે. કહેવાનો આશય એવો છે કે, કુમારવિહારપ્રાસાદની અંદર હમેશાં ગંધર્વલોક આવી ગંમત કરે છે. II૬૬ાા .
. गीतज्ञैर्वार्यमाणैरपि किमपि जिनस्याज्ञया श्राद्धलोकै
घंटानां ताडितानां प्रतिरवमुखरस्तारटंकारपूरः ।। .. तांस्तान् क्लेशोपनीतान् श्रुतिषु मधुमुचो गेयवाद्यप्रभेदान् ... व्यर्थीकुर्वन् सशोकं विरचयति चिरं यत्र गंधर्वलोकम् ॥६७॥