________________
श्रीकुमारविहारशतकम्
જે કુમારવિહાર ચૈત્યનું આ મહાનુભાવે વર્ણન કરેલું છે, તેને માટે અવચૂરિકાર પણ વીર સંવત ૧૬૯૯ માં આ પ્રમાણે લખે છે – “વીર સંવત ૧૧૯૯ ના વર્ષમાં કાર્તિક શુક્લ દ્વિતીયાને દિવસે હસ્ત નક્ષત્રનો સૂર્ય થતાં શ્રી પાટણ નગરમાં જેમને ત્રીશ વર્ષ અને સત્યાવીશ દિવસ રાજ્ય કરતાં થયેલા છે એવા કુમારપાલે પોતાના પિતા ત્રિભુવનપાલના નામથી પ્રાસાદ કરાવ્યો હતો. તે પ્રાસાદને બોતેર દેવકુલિકા હતી. તેમાં ચોવીશ રત્નની, ચોવીશ પિતલ તથા સુવર્ણની, અને ચોવીશ રૂપાની - અતીત, અનાગત અને વર્તમાન જિનેશ્વરોની પ્રતિમાઓ હતી. મુખ્ય પ્રાસાદની અંદર એકસો પચવીશ અંગુલ પ્રમાણ ચંદ્રકાંત મણિની પ્રતિમા હતી. સર્વત્ર કલશો અને સ્તંભો સુવર્ણના હતા. એકંદર છંનુ કોટી દ્રવ્યનો વ્યય કરી ગુર્જરપતિ કુમારપાલે તે પ્રાસાદ કરાવ્યો હતો. તે મહારાજાએ મોટો ઉત્સવ કરી શ્રી હેમચંદ્રસૂરિની પાસે તે ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી હતી.
આ શતકની રચના કેવી રીતે થઈ તેને માટે અવચૂરિકાર આ પ્રમાણે લખે છે-એક વખતે શ્રી હેમચંદ્રસૂરિ પોતાના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રગણી અને બીજા મુનિઓના પરિવાર સાથે નાગપુરમાં ચાતુર્માસ રહ્યા હતા. તે ચાતુર્માસ નિર્વિબે પ્રસાર થયા પછી મહારાજા કુમારપાલે તેમને પરિવાર સાથે પાટણમાં આવવાને વિનંતિ કરવાથી તેઓ પાટણમાં પધાર્યા હતા. આ વખતે આંબડદે, બાહડદે, ચાહડદે અને સોમ નામના ચાર ભાઈઓ, નવાણું લાખ દ્રવ્યના અધિપતિ છાડા પ્રમુખ, અઢારસો કોટીશ્વર વેપારીઓ અને બોતેર સામંતોના પરિવારથી પરિવૃત થઈ સૂરીશ્વરની પાટણમાં આવેલા તે ત્રિભુવનપાલ પ્રાસાદમાં પધરામણી થઈ હતી. આ વખતે કવીશ્વર રામચંદ્રગણી સાથે હતા. તે સૂરિવર જ્યારે તે પ્રાસાદમાં બીરાજેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુને વંદના કરતા