________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
આર્ત-રૌદ્ર ધ્યાન થાય, વિરુદ્ધ બનેલા લોકો પ્રત્યે દ્વેષભાવ જાગે, દેવ-ગુરુ-ધર્મની નિંદા થાય.આમ અનેક નુકશાન થાય. નિદા આદિ લોકવિરુદ્ધ કાર્યો કરવા છતાં તેવા પુણ્યોદયથી કે તેવા સંયોગો આદિથી લોકો વિરુદ્ધ ન થાય એથી આ લોકની દૃષ્ટિએ નુકશાન ન થાય તો પણ અશુભ કર્મબંધ આદિથી પરલોકની દૃષ્ટિએ તો અવશ્ય નુકશાન થાય. નિંદા આદિથી આત્મામાં શુભ પરિણામ જાગે નહિ. જાગેલા પણ શુભ પરિણામ મંદ બની જાય કે જતા રહે એવું પણ બને. તથા લોક વિરુદ્ધ કાર્ય કરવાથી લોકોના ચિત્તમાં દ્વેષ આદિ સંક્લેશ થાય. પરિણામે તેમને પણ અશુભ કર્મનો બંધ, ધર્મ ભાવનાનો હ્રાસ કે સર્વથા અભાવ વગેરે અનર્થ થાય. આથી લોકવિરુદ્ધ કાર્ય કરનાર ધર્મી પરના પણ અનર્થનું કારણ બને છે. આમ લોંક: વિરુદ્ધ કાર્ય કરવાથી સ્વ-પરને એકાંતે નુકશાન છે. આથી ધર્મી જીવો હિંસા આદિ બીજા પાપોનો ત્યાગ અલ્પ થઈ શકે કે સર્વથા ન થઈ શકે તો પણ લોક વિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. •
લાલબત્તી - અહીં લોકશબ્દથી અજ્ઞાન, અસદાચારી વગેરે ગમે તેવા લોકો નહીં, કિંતુ શિષ્ટ (વિવેકી) લોકો સમજવા. એટલે ગમે તે લોક વિરોધ કરે તેનો ત્યાગ કરવો એમ નહિ પણ શિષ્ટ લોકમાં જે વિરુદ્ધ ગણાતાં હોય તે કાર્યોનો ત્યાગ કરવો. અજ્ઞાન લોકો તો સારાં કામોમાં પણ વિરોધ કરે. અજ્ઞાન લોકો વિરોદ્ધ કરે તેટલા માત્રથી સારાં કામો નહિ છોડવા જોઈએ.
(૫) ગુરુજનપૂજા – ગુરુજનોની ઉચિત સેવા-ભક્તિ કરવી. અહીં ગુરુ શબ્દનો “જે ગૌરવને-બહુમાનને યોગ્ય હોય તે ગુરુ” એવો અર્થ હોવાથી ગુરુજનો શબ્દથી ત્યાગી સાધુ જ નહિ, કિંતુ માતા વગેરે પણ સમજવાં. યોગબિંદુ ગ્રંથ (ગા. ૧૧૦) માં ક્યું છે કે માતા, પિતા, વિદ્યાગુરુ, માતાદિ ત્રણના ભાઈ-બહેન વગેરે સંબંધીઓ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ અને ધર્મોપદેશક એ બધા શિષ્ટ પુરુષોને ગુરુ તરીકે માન્ય છે. ધર્મ પામવા માટે આ ગુણ અનિવાર્ય છે. જ્યાં સુધી અહંકાર તીવ્ર હોય
ત્યાં સુધી વાસ્તવિક કોટિનો ધર્મ આવતો નથી. તીવ્ર અહંકારી જીવમાં વાસ્તવિક ધર્મ ન હોય એટલું જ નહિ પણ ધર્મ પામવાની લાયકાત પણ ન હોય. ધર્મનું મૂળ વિનય છે. અહંકાર ઘટ્યા વિના વિનય આવે નહિ. વિનય વિના ગુરુજનપૂજા પણ
૩૫૮