________________
ચૈત્યવદન મહાભાષ્ય
ગુરુ આનો ઉત્તર આપે છે– અહીં વિભાષા કરવી જોઈએ, એટલે કે વિષયના વિભાગની વ્યવસ્થા કરવા પૂર્વક વ્યાખ્યા કરવી જોઈએ. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– આ માગણી નિદાન નથી. કારણ કે આ માગણી કર્મબંધનો હેતુ નથી. મિથ્યાદર્શન. અવિરતિ, કષાય અને યોગ એ ચાર કર્મ બંધના હેતુઓ છે. મુક્તિની પ્રાર્થનામાં આમાંના એકનો પણ સંભવ નથી. તથા એનું ઉચ્ચારણ વ્યર્થ નથી. કારણ કે આ માગણીથી અંતઃકરણની શુદ્ધિ થાય છે.
વિશેષાર્થ- આવી પ્રાર્થના એ નિયાણું નથી. કેમ કે નિયાણાનું લક્ષણ આમાં ઘટતું નથી. કારણકે રાગ-દ્વેષ-મોહથી જે પ્રાર્થના થાય તે નિયાણું કહેવાય. જેમકે ધર્મ અધિક થાય એ માટે હીનકુલ આદિની પ્રાર્થના કરવી. ધર્મથી રાજ્ય મળે વગેરે ઋદ્ધિની આસક્તિથી મને ધર્મની પ્રાપ્તિ થાઓ એવી પ્રાર્થના કરવી. સત્કાર-સન્માન-પૂજા વગેરે મળે એવા ઈરાદાથી તીર્થંકરપદની પ્રાર્થના કરવી. આ ત્રણે પ્રાર્થનામાં મોહં રહેલો છે. કારણકે હીનકુલ એ ધર્મપ્રાપ્તિનું કારણ નથી. અહીં પહેલી માગણીમાં અજ્ઞાનતા કારણ છે. બીજી બે માગણીમાં ભૌતિક સુખનો રોગ કારણ છે. આ પ્રસ્તુત પ્રાર્થનામાં રાગ-દ્વેષ-મોહ કારણ નથી, કિંતુ ભક્તિ કારણ છે. જેમ આ પ્રાર્થના નિયાણું નથી, તેમ આ પ્રાર્થના નિરર્થક પણ નથી. કારણકે "મરીડ઼ નિપ/વરા વિનંતી પૂબ્ધસંવિના H = જિનવરોની ભક્તિથી અનેક ભવોમાં ઉપાર્જન કરેલાં કર્મો ક્ષય પામે છે. કારણ કે જિનભક્તિનો આવો સ્વભાવ જ છે. આ પ્રમાણે વીતરાગ પ્રસન્ન ન થતાં હોવા છતાં અંતઃકરણની શુદ્ધિથી કરેલી પ્રાર્થનાથી આરોગ્ય સાધક, સમાધિથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવા બોધિલાભની પ્રાપ્તિ થાય છે. (૬૩૩)
आयरिओभासा असच्चमोसा, नवरं भत्तीऍ भासिया एसा। न हु खीणपेज्जदोसा, दिति समाहिं च बोहिं च ॥६३४॥ आचार्य:भाषा असत्यमृषा नवरं भक्त्या भाषितैषा । न खलु क्षीण-प्रेमद्वेषा ददति समाधिं च बोधिं च ।।६३४।।
૨૬૩