SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવન્દન મહાભાષ્ય પ્રમાણે છે- ૪૬૨-૪૬૩મી ગાથામાં ગપ્પાાં પદનો અર્થ ઞાત્માનં એવો કરીને “આત્માને વોસિરાવું છું” એવો અર્થ છે. તેમાં કાયાને વોસિરાવવાની વાત નથી. આ ગાથામાં ગપ્પાળ પદનો અર્થ જ્ઞાત્મીય એવો કરીને પોતાની કાયાને વોસિરાવું છું” એવો અર્થ છે. “આત્માને વોસિરાવું છું” એવા અર્થમાં જાય ડાળેળ એમાં ષષ્ઠીતત્પુરુષ સમાસવાળો પ્રયોગ સમજવો. આથી જ ૪૬૪મી ગાથામાં નામો વેદો તસ્સ ૩ વાળું ઈત્યાદિ કહ્યું છે. તથા કાય પદને અંતે આવેલો અનુસ્વાર અલાક્ષણિક (વ્યાકરણના નિયમ વિના આવેલો) સમજવો. “કાયાને વોસિરાવી દઉં છું” એનો અર્થ એ છે કે– ઊર્ધ્વસ્થાન, મૌન અને ધ્યાન સિવાયની બીજી ક્રિયાના સંબંધને આશ્રયીને કાયાનો ત્યાગ કરું છું, અર્થાત્ કાયાથી ઊર્ધ્વસ્થાન વગેરે ત્રણ ક્રિયા સિવાય કોઈ ક્રિયા નહિ કરું. “આત્માને વોસિરાવું છું” એનો અર્થ પણ ઊર્ધ્વસ્થાન વગેરે ત્રણ ક્રિયા સિવાય કોઈ ક્રિયા નહિ કરું એવો છે. (૪૬૭) एत्थ उ भणेज्ज कोइ, निरत्थया खासियाइ आगारा । भणिऊण नमुक्कारं, करेइ खासाइचेट्ठाओ ॥ ४६८॥ अत्र तु भत् कश्चिद् निरर्थकाः कासिताद्याकाराः । भणित्वा नमस्कारं करोति कासादिचेष्टाः || ४६८ ।। અહીં કોઈ કહે કે ખાંસી આદિ આગારો બિનજરૂરી છે. નમો અરિહંતાÍ .એમ નમસ્કાર કહીને ખાંસી આદિની ક્રિયા કરે. (૪૬૮) नवकारपाढमेरो, काउस्सग्गो इहं पडिन्नाओ । तं पुण साहीणं चिय, किं पुण आगारकरणेण ? ॥ ४६९॥ नमस्कारपाठमर्यादः कायोत्सर्ग इह प्रतिज्ञातः । तत् पुनः स्वाधीनमेव किं पुनराकारकरणेन ? ।।४६९ । નમસ્કારના ઉચ્ચાર સુધી જ કાયોત્સર્ગની પ્રતિજ્ઞા કરી છે. નમસ્કારનો ઉચ્ચાર સ્વાધીન જ છે. તેથી આગારો કરવાથી (= રાખવાથી) શું ? અર્થાત્ આગારોની જરૂર નથી. (૪૬૯) ૨૦૫
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy