________________
ચૈત્યવદન મહાભાષ્ય
(આ ગાથાની સાક્ષી આપવાનો ભાવ એ છે કે આમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનું ચૈત્યવંદન બતાવ્યું છે. તેમાં ત્રણ સ્તુતિથી ચૈત્યવંદન ઉત્કૃષ્ટ છે અને એક સ્તુતિથી મધ્યમ છે. કારણ કે એક સ્તુતિથી થતા ચૈત્યવંદનમાં અરિહંતચેઈયાણ રૂપ એક દંડક સૂત્ર અને એક સ્તુતિ થાય છે.)
કેટલાક કહે છે કે– પાંચ દંડક સૂત્ર અને ચાર સ્તુતિથી મધ્યમ ચૈત્યવંદન થાય છે.
(સંપુJU[ ૩ોસા=) સંપૂર્ણ વંદન ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે, અર્થાતુ પાંચ દંડક સૂત્ર, ત્રણ સ્તુતિ અને પ્રણિધાન (જયવીયરાય)ના પાઠથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે.
પ્રશ્ન:- પાંચ દંડકથી થતા દેવવંદનમાં ચાર સ્તુતિ આવે છે. જ્યારે અહીં ત્રણ સ્તુતિ કેમ કહી છે ? .
ઉત્તર- કેટલાક ત્રણ સ્તુતિ જ માને છે, ચોથી સ્તુતિ અર્વાચીન (-નવી થયેલી) છે એમ માને છે. આથી અહીં ત્રણ સ્તુતિ માનનારના મત પ્રમાણે ત્રણ સ્તુતિ કહી છે. . . પ્રશ્નઃ- કેટલાક ત્રણ સ્તુતિ શાના આધારે માને છે ? ઉત્તર:- વ્યવહાર ભાષ્યની નીચેની ગાથાના આધારે માને છે. __ तिन्निं वा कढई जाव, थुईओ तिसिलोगिया ।
- ताव तत्थ अणुन्नायं, कारणेण परेणऽवि (उ० ९ गा० ७३) . “સાધુઓને મુખ્યતયા દેવવંદનમાં શ્રુતસ્તવ (પુષ્કર-વરદીવઢ) પછી (સિદ્ધાણં બુદ્ધાણંની) ત્રણ શ્લોક પ્રમાણ ત્રણ સ્તુતિઓ કહેવાય ત્યાં સુધી જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. કારણ હોય તો તેથી વધારે સમય સુધી પણ રહેવાની અનુજ્ઞા છે.” ,
(તિત્રિ વા વર્લ્ડ’એ ગાથામાં કહેલી ત્રણ સ્તુતિઓ “સિદ્ધાણં બુદ્ધાણં”ની છે એમ માનીને કોઈ ચોથી સ્તુતિ (-થોય) અર્વાચીન છે એમ કહે છે. પણ તે
૭૩