________________
૨૫. પોતાના હારને ઓળખીને તેને (ચોરને) કોટવાલને અર્પણ કર્યો. તેઓ પણ સર્વ લોકોની સાક્ષી પૂર્વક તે ચોરને વધને યોગ્ય (જ્યાં વધ કરાય તે) ભૂમિમાં લઈ ગયા. ર૩૪૫.
રંડ. દયાથી યુક્ત મનવાળા શ્રેષ્ઠીએ તે પ્રમાણેની અવસ્થાવાળા તેને જોઈને કોટવાલોને કહ્યું. અરે ! અરે ! આને છોડી દો. છોડી દો. ૨૩૪૬.
૨૭. મારા વડે જ આને હાર અર્પણ કરાયો છે. પુત્ર વિગેરે (તે વાતને) જાણતા નથી. શ્રેષ્ઠી અસત્ય બોલનાર નથી. એમ તેઓ વડે તે ચોર મુક્ત કરાયો. ૨૩૪૭.
૨૮. શ્રેષ્ઠી વડે એકાંતમાં તેને (ચોરને) એ પ્રમાણે શિખામણ અપાઈ. હે! તારા વડે અકર્તવ્યમાં બુદ્ધિ કરવા યોગ્ય નથી. ખરેખર મનુષ્યપણું દુર્લભ છે. ૨૩૪૮.
૨૯. ચોર તેના સજ્જનપણાના ઉપકારને સ્મરણ કરતો પ્રવ્રજ્યા ગ્રહણ કરીને અનશન સ્વીકારીને સૌધર્મ દેવલોકમાં દેવ થયો. ૨૩૪૯.
૩૦. તે શ્રેષ્ઠી ઘણા કાળ પર્યત અતિચાર રહિત પૌષધ વ્રતનું પાલન કરવાથી દેદીપ્યમાન ભાગ્યવાળો પ્રધાન ધર્મવાળો થયો. ર૩૫૦.
૩૧. તારા પૂર્વભવમાં કરેલા ઉપકારને દેવ વડે અવધિજ્ઞાનથી જાણીને ત્યારે સંકટમાં પડેલા તેને જલ્દીથી ચિંતામણિ રત્ન અપાયું. ૨૩૫૧.
૩ર. આ બાજુ તે દેવે પણ ત્યાં જઈને મંત્રીને કહ્યું. તારું હું શું કરું ? તેણે પણ કહ્યું. સર્વ ઠેકાણે યાત્રા કરાવ. ૨૩૫ર.
૩૩. ત્યાર બાદ તે દેવની સાથે નંદીશ્વર વગેરે તીર્થોમાં યાત્રા કરીને પાછો ફરતાં તે લવણ સમુદ્ર ઉપર આવ્યો. ૨૩૫૩.
ઉપદેશ સપ્તતિ ૨૭