________________
નિત્યપણું સાધવા યોગ્ય છે” “તારે કથંચિત્ નિયત્વ સાધવાનું છે એવા સ્વરૂપવાળા પક્ષ અને પ્રતિપક્ષ તે અંગીકાર કરાવે છે. અથવા “સર્વના અનુવાદ દ્વારા બોલવા યોગ્ય છે”(વાદના સમયે સર્વે કથન કરીને બોલવું) ઈત્યાદિ સ્વરૂપ કથાવિશેષોનો બંનેને સ્વીકાર કરાવવો તથા “આનાવડે પ્રથમ કથન કરવું (પૂર્વપક્ષ) અને આનાવડે પછીથી બોલવું (ઉત્તરપક્ષ) સ્વરૂપ અગ્રવાદ અને ઉત્તરવાદનો નિર્દેશ કરે છે. તથા વાદી અને પ્રતિવાદી બન્નેએ કહેલા સાધક અને બાધક વચનમાં ગુણ દોષનો નિશ્ચય કરે છે. જ્યારે એક પ્રતિપાદિત કરેલ તત્ત્વને બીજો (મોહથી અથવા દૂરાગ્રહથી) ન સ્વીકારે ત્યારે અથવા બન્ને પણ તત્ત્વથી પરામુખ (ભટ્ટ)થઈને વાદ કરે પણ વાદનો અંત લાવે નહીં ત્યારે તત્ત્વને જણાવવા દ્વારા બન્નેને અટકાવે છે તથા જય અને પરાજય વિગેરે સ્વરૂપ વાદના લનું કથન કરે છે. આ બધા સભ્યોના કાર્યો છે.
સભાપતિ નું સ્વરૂપ જણાવે છે. તથા તેનું કાર્ય બતાવે છે. આ प्रज्ञाऽऽज्ञैश्वर्य-क्षमा-माध्यस्थसम्पन्नःसभापतिः ॥८-२०॥ वादि-सभ्याभिहितावधारणं कलहव्यपोहादिकं વાચ વર્ષ a ૮-ર૬
સૂત્રાર્થ-પ્રજ્ઞા=બુદ્ધિશાલી, આજ્ઞા=જેની આજ્ઞા જગતમાન્ય કરતું હોય તે, ઐશ્ચર્ય પ્રભાવ-ઠકુરાઈ, ક્ષમા શાન્તપ્રકૃતિવાળા માધ્યસ્થ વિગેરેગુણોથી યુક્ત હોય તે સભાપતિ કહેવાય છે. વાદી અને સભ્યોવડે કહેલી વાતનું અવધારણ કરવું કલહને દૂર કરવો વિગેરે કાર્યો સભાપતિના છે.
वादि-प्रतिवादिभ्यां सभ्यैश्च कथितस्यावधारणं, कलहनिराकरणम्, आदिना पारितोषिकवितरणादिकं चास्य सभापतेः कर्म-कर्तव्यम् ॥ २१ ॥
ટીકાર્થ-વાદી અને પ્રતિવાદી તથા સભ્યોવડે કહેવાયેલી વાતને ધારણકરવી કલહ દૂર કરવો, આદિ પદથી ઇનામનું વિતરણ કરવું, પ્રતિજ્ઞાનું પાલન કરાવવું વિગેરે સભાપતિના કાર્યો છે.
अथ जिगीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुःજિગીષ વાદ ક્યાં સુધી ચલાવવો તે જણાવે છે.
(૩૧૦