________________
| અષ્ટમ: પરિચ્છેઃ | प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य संप्रति तत्प्रयोगभूमिभूतं वस्तुनिर्णयाभिप्रायोपक्रमं वादं वदन्ति
પ્રમાણ અને નયની વ્યવસ્થા કરીને તે બંનેના પ્રયોગ દ્વારા પદાર્થનો નિર્ણય જ્યાં કરવામાં આવે છે. તે વાદનું વર્ણન કરતા જણાવે છે.
विरूद्धयोर्धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्थधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं वादः॥८-१॥
સૂત્રાર્થ-પરસ્પર વિરોધી એવા બે ધર્મોમાંથી એક ધર્મનો નિષેધ કરીને પોતાને માન્ય એવા બીજા ધર્મની વ્યવસ્થા કરવા માટે સાધન અને દૂષણવચનનું કથન કરવું તે વાદ કહેવાય છે. . एकाधिकरणैककालयो-विरूद्धयोधर्मयोर्मध्यादेकधर्मव्यवच्छेदेन, एकस्य-कथञ्चिन्नित्यत्वस्य एकान्तनित्यत्वस्य वा धर्मस्य, व्यवच्छेदेन-निराकरणेन, स्वीकृततदन्यधर्मस्य कथञ्चिन्नित्यत्वस्य वा ' व्यवस्थापनार्थं, साधन-दूषणवचनं-स्वपक्षस्य साधनवचनं, परपक्षस्य च
दूषणवचनं वाद इत्यभिधीयते ॥ १ ॥ - ટીકાઈ- એક અધિકરણમાં એકજ કાલમાં પરસ્પર વિરૂદ્ધ દેખાતા એવા બેંધર્મોની મધ્યમાંથી એકધર્મનો વ્યવચ્છેદ કરવાદ્વારા એટલે કથંચિત્ નિત્યત્વ અથવા કથંચિત્ અનિત્યત્વ એવા ધર્મનું ખંડન કરવા દ્વારા, એકાન્ત નિત્યત્વ અથવા તો પોતે સ્વીકારેલા ધર્મથી બીજા કથંચિત્ નિત્યત્વ ધર્મની વ્યવસ્થા કરવા માટે સાધન એટલે કે સ્વપક્ષનું સાધન વચન અને દૂષણ એટલે પરપક્ષનું દૂષણવચન કહે તે વાદ કહેવાય છે એટલે કે બોલનાર વ્યક્તિ પોતાની વાતનું મંડન કરે તે સાધનવચન અને બીજાની વાતમાં ખંડન કરે તે દૂષણવચન તે વાદ કહેવાય છે.
अङ्गनियमभेदप्रदर्शनार्थं वादे प्रारम्भकभेदौ वदन्ति
૨૯૭