________________
છે
શૂન્ય છે. અતાત્વિક છે બોગસ છે. ઔપચારિક છે. ઝાંઝવાના જળની જેમ અપારમાર્થિક છે. આવું કોઇ વાદી કહેતો હોય તો એ અપ્રમાણિક પુરુષનું વચન બબડાટ માત્ર છે. તેનું ખંડન કરતા જણાવે છે.
ટીકાર્ય- આ પ્રમાણ અને ફળનો વ્યવહાર સંવૃતિ એટલે કે કલ્પના વડે જ થાય છે પરંતુ તાત્વિક રીતે થતો નથી. તેથી પ્રમાણવિષયક ભેદાભેદનો વિચાર વ્યર્થ છે. (જે વસ્તુ જ નથી તે વસ્તુના ભેદાભેદનો વિચાર કેમ ઘટે? જેમ શશલાના શિંગડાનો વિચાર વ્યર્થ છે તેમ પ્રમાણ અને ફળનો ભેદાભેદનો વિચાર વ્યર્થ છે) આવું જો કહેતા હોય તો બરાબર નથી કારણ કે પ્રમાણ અને ફલના વ્યવહારની કાલ્પનિકતા સ્વીકારે છતે પરમાર્થથી તો પોતાના મતની જ સિદ્ધિ નહિં થાય, તે આ પ્રમાણે :- (પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે. તે તમારો મત સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ અનુમાન વિગેરે કોઇક પ્રમાણ રજુ કરશો‘ને ? તમારી વાત સિદ્ધ કરવા કોઇ દલિલ-યુક્તિ તો આપશો ને ? જો આપવા જશો તે કાલ્પનિક એવું પ્રમાણ રજુ કરતા તમારું બોલેલું જ વ્યર્થ જશે અને પ્રમાણ ન માનીએ તો એના વગર બોલી ન શકાય માટે બરાબર નથી)
તમારા વડે પ્રમાણ અને પ્રમાણનાફળના વ્યવહારનું જે કાલ્પનિકપણું અંગીકાર કર્યું છે તે કાલ્પનિકપણું તો વાસ્તવિક છે ને ? અને જો એ કાલ્પનિક પણું વાસ્તવિક નહીં હોય તો પોતાના ઇષ્ટનો ઘાત થઇ જશે. તમે જે કાલ્પનિકપણું માન્યું છે તે પ્રમાણથી સ્વીકારાય છે કે અપ્રમાણથી ? હવે જો `અપ્રમાણથી કાલ્પનિકપણું વાસ્તવિક છે, એવું તમે કહી શકશો નહીં તત્ત્વ= તે અપ્રમાણ પોતાના મતની સિદ્ધિ પ્રત્યે અકિંચિતકર છે એટલે કે સિદ્ધિ નહિં કરે (કારણ કે કાલ્પનિકપણું સાચું છે. એમ જે કહો છો તેની સિદ્ધિ કરવા પ્રમાણ જોઇએ અપ્રમાણથી પ્રામાણિક પુરુષોની મધ્યમાં સિદ્ધિ થઇ શકે નહિં) જો પ્રમાણથી કાલ્પનિકપણું વાસ્તવિક છે એવું કહેશો તો તે પ્રમાણ પણ કાલ્પનિક છે કે અકાલ્પનિક છે ? હવે જો પ્રમાણ કાલ્પનિક છે એવો પક્ષ માનશો તો કાલ્પનિક એવા પ્રમાણથી પ્રમાણ અને ફળના વ્યવહારનું જે કાલ્પનિકપણું તે વાસ્તવિક છે એમ કેવી રીતે સિદ્ધ થશે ? અને તેમ થવાથી પ્રમાણ અને ફળના વ્યવહારનું કાલ્પનિકપણું જે વાસ્તવિક છે તે સિદ્ધ નહિં
૨૧૯