________________
જ આત્મા સર્પને ત્યજવાની બુદ્ધિ વાળો થાય છે. પરંતુ એકને સર્પનું જ્ઞાન થાય અને બીજો નાશી જાય આવું ક્યાંય વ્યવહારમાં થતું નથી જે જાણે તે જ ત્યજે છે. આ વ્યવહાર સર્વપ્રાણીઓને અનુભવસિદ્ધ છે એવી રીતે જ આત્માને ઘાસ ઢેફાદિનું જ્ઞાન (પ્રમાણ) થાય છે તે જ આત્માને ઈષ્ટ કે અનિષ્ટ ન હોવાથી ઉપેક્ષા બુદ્ધિ થાય છે એ પણ વ્યવહાર સિદ્ધ છે. તેમ જાણવું.
यथोक्तार्थानभ्युपगमे दूषणमाहुःજો અભિન્ન ન માને તો શું થાય તે જણાવે છે :રૂતરથા સ્વ-પરો: પ્રમાર્નિવ્યવસ્થા વિપ્લવપ્રાત છે ૬-૨૨ .
સૂત્રાર્થ-જે આત્મામાં જ્ઞાન થયું છે તે જ ગ્રહણાદિ કરે છે. એવું જો ન માનીએ તો સ્વ અને પરની વચ્ચે પ્રમાણના ફલની વ્યવસ્થાનો નાશ થવાનો પ્રસંગ આવે.
यद्येकस्यैव प्रमातुः प्रमाणफलतादात्म्यं नाम्युपगम्येत तर्हि 'इमे प्रमाणफले स्वकीये इमे च परकीये' इति व्यवस्था न स्यात् ।
अयं भावः- देवदत्तात्मनि विद्यमानयोः प्रमाण-फलयोर्यथा देवदत्तसकाशाद् भिन्नत्वं तथा जिनदत्तादपि। एवं जिनदत्तात्मनि विद्यमानयोः प्रमाण-फलयोर्यथा जिनदत्ताद् भिन्नत्वं तथा देवदत्तादपि । एवं स्थिते देवदत्तात्मनि विद्यमाने प्रमाणफले जिनदत्तस्य, जिनदत्ताऽऽत्मनि च विद्यमाने प्रमाणफले देवदत्तस्य कुतो न भवेताम् ? भेदस्य उभयत्राविशेषाद, इति एकप्रमातृतादात्म्येन प्रमाण-फलयोरवस्थितिरङ्गीकर्तव्येति ॥ ११ ॥
ટીકા-જો એક જ પ્રમાતામાં પ્રમાણ અને ફળનું તાદાભ્યપણું ન સ્વીકારે તો “આ પ્રમાણ અને ફળ સ્વકીય છે” અને “આ પ્રમાણ અને ફળ પરકીય છે એ પ્રમાણે વ્યવસ્થા જ ન રહે.
તેનો ભાવ આ પ્રમાણે છેઃ- દેવદત્તના આત્મામાં વિદ્યમાન પ્રમાણ અને ફલ જેમ દેવદત્તથી ભિન્ન છે. તેમ જિનદત્તથી પણ ભિન્ન છે. એ જ પ્રમાણે જિનદત્તના આત્મામાં રહેલા પ્રમાણ અને ફળ જેમ જિનદત્તથી ભિન્ન છે તેમ દેવદત્તથી પણ ભિન્ન છે. આ પ્રમાણે રહ્યું છતે દેવદત્તના આત્મામાં વિદ્યમાન એવા પ્રમાણ અને ફળ જિનદત્તના છે અને જિનદત્તના આત્મામાં વિદ્યમાન
૨૧૦