________________
सामान्यं द्विप्रकारं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यं च ॥५- ३ । સામાન્ય બે પ્રકારનું છે તિયગ્-સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય.... तत्र तिर्यक्सामान्यं यथा-गोत्व - घटत्वादि । ऊर्ध्वतांसामान्यं यथा मृत् સુવળાંતિ ॥ રૂ ॥
ટીકાર્થ-તેમાં તિર્યક્-સામાન્ય જેમ ગોત્વ, ઘટત્વ વિગેરે છે, ઉર્ધ્વતા સામાન્ય જેમ માટી સુવર્ણ વિગેરે છે.
तत्राद्यभेदस्य स्वरूपं सोदाहरणमुपदर्शयन्तिતિર્થંગ-સામાન્યનું સ્વરૂપ ઉદાહરણ સહિત જણાવે છે. प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यं शबलशाबलेयादिपिण्डेषु गोत्वं यथा ॥ ५-४ ॥
પ્રત્યેક વ્યક્તિમાં જે તુલ્ય પરિણામ છે તેને તિર્યક્-સામાન્ય કંહેવાય છે જેમકે શબલ અને શાબલેય આદિ ગાયોનાં સમૂહમાં વર્તતુ શોત્વ-ગાય પણે સમાનપરિણતિ (તે તિર્યક્-સામાન્ય છે)
व्यक्तिं व्यक्तिमधिश्रित्य या तुल्या परिणतिः सदृशषरिणामः तत् तिर्यक्सामान्यं, यथा-शबल-शाबलेयादिषु नानावर्णविशिष्टेषु पिण्डेषु गोत्वम् ॥४ ॥ ટીકાર્ય–વ્યક્તિ વ્યક્તિને આશ્રયીને જે તુલ્ય પરિણતિ એટલે કે સમાન પરિણામ તે તિર્યક્-સામાન્ય છે જેમ શબલ શાબલેય વિગેરે પિંડોમાં ગોત્વનું ભાન તે તિર્યક્-સામાન્ય છે.
વિશેષાર્થ- કોઇપણ વ્યક્તિ બીજી અન્યવ્યક્તિની સાથે જે પરિણતિદ્વારા સમાન છે તે પરિણતિને તિર્યક્-સામાન્ય કહેવાય છે જેમ કે ‘શબલ’ વર્ણવાળી 'શાબલેય' વર્ણવાળી ગાય બીજી ગાયની સાથે ગાયપણે સમાન છે માટે બન્નેમાં રહેલું ગાયપણું તે તિર્યક્-સામાન્ય કહેવાય. એ જ રીતે મહિષ ગાય અશ્વ આદિ પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાન પરિણતિ તે તિર્યક્-સામાન્ય કહેવાય છે તિર્થક્ નામ રાખવાનું કારણ એ છે કે સામાન્ય સમજતી વખતે સમજનારની દૃષ્ટિ તિર્દી ફરે છે. શબલ-શાબલેય બાહુલેય આદિ ગાયો જાણે સામે ઊભી છે તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે જોનાર પુરુષની દૃષ્ટિ
૧૯૮